Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

સીરમ ઈંસ્ટીટ્યુટે વોલંટિયરનો આરોપ ફગાવી દીધો : કંપની 100 કરોડ સુધીનો માનહાનિનો દાવો કરી શકે

કંપનીએ કહ્યું તે વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. પરંતુ તેની સમસ્યાનો રસી સાથે સંબંધ નથી.

મુંબઈ : વેકસીન બનાવતી કંપની સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાએ કોરોનાની સંભવિત રસીના ટેસ્ટિંગમાં ભાગ લેનાર વ્યક્તિના આરોપને ફગાવી દીધા છે. કંપનીએ તેના આક્ષેપને ખોટા ગણાવી મસમોટું વળતર લગાવવા વાત કહી છે. કોવિડશીલ્ડના ટેસ્ટીંગમાં ભાગ લેનાર 40 વર્ષીય વ્યક્તિએ સીરમ સંસ્થાન અને અન્યને કોનૂની નોટિસ ફટકારી 5 કરોડનું વળતર માંગ્યું છે. વેકસીનના ટ્રાયલમાં ભાગ લેનાર આ વ્યક્તિનુ કહેવું છે કે રસી લીધા બાદ તેની વિચારવાની ક્ષમતા નબળી થઈ ગઈ છે. આ વાત સાથે તેણે રસીનું ટ્રાયલ અટકાવવા માંગ કરી છે.

આ વાત પર સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાએ જણાવ્યું છે કે, નોટિસમાં જે આરોપ છે તે દુર્ભાવનાપૂર્ણ અને ખોટા છે. સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયા તે વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. પરંતુ તેની સમસ્યાનો રસી સાથે સંબંધ નથી. તે વ્યક્તિ જો રસીને જવાબદાર ગણાવે છે તો આવા આરોપ બદલ કંપની તેના પર 100 કરોડ સુધીનો માનહાનિનો દાવો કરી શકે છે.

આ મામલે પુણે સ્થિત ભારતીય સીરમ સંસ્થાનને એક કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. જેણે કોવિડશીલ્ડ રસી બનાવવા માટે ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય અને દવા કંપની એસ્ટ્રાજેનેકા સાથે કરાર કર્યા છે. આ સિવાય આઈસીએમઆર અને રસી લગાવનાર ઉચ્ચ શિક્ષા તેમજ અનુસંધાન સંસ્થાને પણ નોટસ ફટકારી

(9:49 pm IST)