Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

૪ રાજયમાં ૪૦ સ્થળે સીબીઆઇ દરોડા

ગેરકાયદે કોલસા વેપાર, ચોરી સંદર્ભે બંગાળ, બિહાર, ઉ.પ્ર. ઝારખંડ પર ટીમો ત્રાટકી

નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇની ટીમોએ શનિવારે ગેરકાયદે કોલસા ખનનનાં કૌભાંડના સંબંધમાં દેશના ચાર રાજયોમાં ૪૦ સ્થળો પર દરોડા પાડતાં કૌભાંડી તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

કોલસાના અવૈધ વેપાર અને ચોરીના મામલામાં સીબીઆઇ ટીમો પડ્ઢિ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ત્રાટકી હતી. અધિકરીઓના જણાવ્યાનુસાર, કોલસાના ગેરકાયદે વેપાર તેમજ તસ્કરીમાં સંડોવણી ધરાવતા લોકોના પરિસરો પર દરોડા પડાયા છે.

(1:52 pm IST)