Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ડોલરની તુલનાએ રૂપિયો ત્રણ મહિનાની મજબૂત સપાટીએ

પેટ્રોલ-ડીઝલની સાથે બીજી કેટલીક ચીજ વસ્તુઓના ભાવ ઘટશે : સામાન્ય માણસને મોટી રાહત મળશે

નવી દિલ્હી :અમેરિકન ડૉલરની તુલનાએ રૂપિયામાં મજબૂતી સતત બીજા અઠવાડિયે પણ યથાવત છે.ગુરૂવારે એક અમેરિકન ડૉલરની સરખામણીએ રૂપિયો 51 પૈસાના વધારા સાથે 70.11ના સ્તર પર ખુલ્યો છે, જે 28 ઓગષ્ટ બાદ સૌથી મહત્તમ સ્તરે છે.વ્યાપારના પ્રારંભના અડધા કલાકમાં જ રૂપિયો 70 પ્રતિ ડૉલરના સ્તરની નીચે આવી ગયો છે.જોકે, રૂપિયો 69.98 પ્રતિ ડૉલરના સ્તર પર છે.

  નિષ્ણાંતોનું કહેવુ છે કે રૂપિયો મજબૂત થવા પાછળ અમેરિકન ડૉલરમાં આવેલો ઘટાડો છે. સાથે જ ટ્રેડ વૉરને લઈને ઘટી રહેલી ચિંતાઓ અને ક્રૂડ કિંમતમાં આવેલ ભારે ઘટાડાનો ફાયદો પણ રૂપિયાને મળ્યો છે. એવી સ્થિતિમાં હવે સામાન્ય માણસને મોટી રાહત મળશે,કારણકે ઈમ્પોર્ટ કરવુ સસ્તુ થઈ જશે. એવામાં પેટ્રોલ-ડીઝલની સાથે બીજી કેટલીક ચીજ વસ્તુઓના ભાવ ઘટવાની શક્યતા છે.

(7:31 pm IST)