Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સીબીઆઇના ડાયરેકટર આલોક વર્માની પુનઃ સીબીઆઇ વડા તરીકે નિમણુંક અંગેના કેસ ઉપર ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની ૩ જજોની બેન્ચ સમક્ષ સુનાવણી શરૂ

એવો મુદો ઉપસ્થિત થયેલ કે સુપ્રીમ કોર્ટ સમક્ષ ફાઇલ થયેલ અરજી, જે હજી પ્રથમ વખત જ સાંભળવામાં આવી રહી હોય, તે જાહેર કરી શકાય ખરા?શ્રી વર્માના સીનીયર એડવોકેટ ફલી નરીમાને કહેલ કે ન્યાયના હિતમાં  આ પહેલા સુપ્રીમ કોર્ટે આવી વિગતો જાહેર કરવા મંજુરી આપેલ છે : આપ નામદાર સમક્ષ રજુઆત પણ પ્રસિધ્ધ થયેલ છે તમે કોઇપણ વિગતો પ્રસિધ્ધ થતા રોકી શકો નહિ. શ્રી નરીમાને કહેલ કે જયારે કોઇ હુકમો આવી બાબતને પ્રસિધ્ધ થતી રોકવા કર્યા ન હોય ત્યારે તેને પ્રસિધ્ધ કરવામાં કોઇ વાંધો નથીઃ માત્ર કન્ટેમ્ટ ઓફ કોર્ટ અથવા કોઇ ચોકકસ હુકમો થયા હોય તે સિવાઇ પ્રસિધ્ધ થઇ શકે.

(3:46 pm IST)