Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

દર વર્ષે એક લાખ લોકો કરી રહ્યા છે આત્મહત્યા

આ ગંભીર સ્થિતિ શિક્ષિત તેમજ આર્થિક રીતે સંપન્ન વર્ગમાં પણ વધી

નવી દિલ્હી તા. ૨૯ : વિશ્વ સંગઠનના જણાવ્યા મુજબ વિશ્વભરમાં આત્મહત્યાના વધતા કેસો ચિંતાજનક છે. વિશ્વમાં પ્રતિ વર્ષ લાખો લોકો આત્મહત્યાના પ્રયત્ન કરે છે. જેમાંથી લગભગ એક લાખ લોકો આત્મહત્યાના પ્રયત્ન કરે છે. જેમાંથી લગભગ એક લાખ લોકો કાળના ચક્રમાં સામેલ થયા છે. આ ગંભીર સ્થિતિ આત્મહત્યાની વધતી પ્રવુતિની ભયાવહતાને દર્શાવે છે. કેમ કરે છે આત્મહત્યા અને શું આ ગંભીર મનોરોગને દૂર કરવામાં આવી શકે છે.અનેક લોકોની એ ધારણા છે કે ડિપ્રેસન અને આત્મહત્યા જેવી માનસિક સમસ્યાઓ ફકત અશિક્ષિત તેમજ આર્થિક રૂપથી પછાત વર્ગો સુધી મર્યાદિત છે. એવી ધારણા છે કે આત્મહત્યાના સંદર્ભમાં આંશિક રૂપે જ સાચી છે. સત્યનો બીજો પહેલું એ છે કે હાલમાં શિક્ષિત અને સંપન્ન વર્ગના લોકોમાં પણ આત્મહત્યાના કેસો વધી રહયા છે.કોઈ વ્યકિતને આત્મહત્યા થી બચાવા માટે ડોકટર તેમજ વિશેષજ્ઞ હોવા જરૂરી નથી. સામાન્ય માણસ જે રોગી પરિજન છે. અથવા તેના સાથી છે તે પણ યોગ્ય રીતે મનોરોગીની મદદ કરી શકે છે. આ સંદર્ભે આત્મહત્યાની ઈચ્છા રાખતા વ્યકિતની મનોદશાને સમજવું જરૂરી છે.

(3:23 pm IST)