Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

મહારાષ્ટ્રમાં મરાઠાઓને ૧૬ ટકા અનામતને મંજુરી

શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે ૧૬ ટકા મળશે અનામત : વિધાનસભામાં સર્વસંમતિથી મરાઠા અનામત બિલ મંજુર : મુખ્યમંત્રી ફડણવીસે રજુ કરેલા પ્રસ્તાવને કોંગ્રેસ - એનસીપીએ આપ્યો ટેકો : મરાઠા સમુદાયની મોટી જીત

મુંબઇ તા. ૨૯ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને કેબિનેટની મંજુરી બાદ આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં રજુ કરી દીધું. ફડણવીસે મોટો દાવ રમીને પછાત પંચની ભલામણ પર ૧૬ ટકા મરાઠા અનામતનું બિલ રજુ કર્યું. જે ધ્વનિમતથી પાસ થઇ ગયું. માનવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર ૫ ડિસેમ્બરથી રાજ્યમાં મરાઠા અનામત લાગુ કરવાના પ્રયત્નોમાં છે. ત્યારબાદ આવતા પાંચ દિવસમાં કાયદાકીય ઔપચારિકતા પૂરી કર્યા પછી તેને અમલમાં લવાશે.

અગાઉ ફડણવીસ કેબિનેટે મરાઠા અનામત માટે બિલને મંજુરી આપી હતી. તેની સાથે જ હવે રાજ્યમાં મરાઠા અનામતનો રસ્તો સાફ થઇ ગયો છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, અમને પછાત વર્ગ પંચનો રીપોર્ટ મળ્યો હતો. જેમાં ત્રણ ભલામણો કરવામાં આવી છે. મરાઠા સમાજને સોશ્યલ એન્ડ ઇકોનોમિક બેકવર્ડ કેટેગરી હેઠળ અલગથી અનામત આપવામાં આવશે. અમે પછાત વર્ગ પંચની ભલામણોને સ્વીકાર કરી લીધી છે અને તેના પર અમલ માટે એક કેબિનેટ સબ કમિટિનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મરાઠા અનામત અંગે વર્ષ ૨૦૧૬થી મહારાષ્ટ્રમાં ૫૮ રેલીઓ કાઢવામાં આવી. હાલમાં જ મરાઠાઓને ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું. આ મામલો કોર્ટેની સામે લંબિત હોવાથી સરકારે પછાત વર્ગને મરાઠા સમાજની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ જાણવાની જવાબદારી આપી હતી.

સરકારની કોશિશ એવી હશે કે ૩૦ નવેમ્બરે બિલ પાસ થઇ જાય ત્યારબાદ આગામી પાંચ દિવસમાં કાયદાકીય ઔપચારિકતાઓ પુરી કરી તેને અમલમાં લાવી શકે.

છેલ્લા થોડાક દિવસોથી મરાઠા અને ઘનગર સમાજના આરક્ષણના મુદ્દા પર મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળા સત્રમાં ચર્ચા ચાલી રહી હતી. મંગળવારે સત્ત્।ા પક્ષ અને વિપક્ષ, બન્ને જણાએ એક-બીજાના શંકા-કુશંકા અને તર્ક-વિતર્કનો વરસાદ શરૂ કરી દીધો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષના મનમાં કંઇક કાળું હોવાનો આરોપ લગાવ્યો, તો વિપક્ષે સામે સરકારની નિયતમાં ખોટ હોવાની શંકા વ્યકત કરી હતી.

ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કેસ વિપક્ષ ખોટો પ્રચાર કરી રહ્યો છે. તેમણે આરક્ષણના મુદ્દા પર રાજનીતિ કરવી છે. અમને પણ રાજનૈતિક જવાબ આપતા આવડે છે. સરકાર મરાઠા સમાજને આરક્ષણ આપશે. ગુરુવારે તેનું બિલ પાસ કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ આયોગમાં નિયમ ૧૪ અને ૧૫દ્ગટ હવાલો આપતા કહ્યું કે, સરકાર નિયમો પ્રમાણે કામ કરી રહી છે. આ રાજય પછાત વર્ગ આયોગનો ૫૨જ્રાટ રિપોર્ટ છે. છેલ્લો ૫૧ રિપોર્ટ પણ સદનના પટલ ઉપર રાખવામાં આવ્યો નહોતો. અમે મરાઠા આરક્ષણ બિલ રજૂ કર્યા પહેલા રાજય પછાત વર્ગ આયોગના રિપોર્ટ પર એટીઆર રજૂ કરશે.

પાટિલે વિધાનસભા પરીષદમાં કહ્યું હતું કે, વિધેયકને પાસ કરાવા માટે જરૂર પડવા પર રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રનો સમયગાળો વધારાશે. વર્તમાન કાર્યક્રમ મુજબ ૧૯ નવેમ્બરે મુંબઇમાં શરૂ થયેલું શીયાળુ સત્ર ૩૦ નવેમ્બરે સમાપ્ત થશે.

(2:59 pm IST)