Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

દિલ્હીમાં ACP પ્રેમ વલ્લભએ મુખ્યાલયના 10 માળથી લગાવ્યો મોતનો કૂદકો : પોલીસ બેડામાં ખળભળાટ

નવી દિલ્હી :દિલ્હી પોલીસના મુખ્યમથકના દશમા માળ પરથી કૂદીને એસીપી રેન્કના પોલીસ અધિકારી પ્રેમ વલ્લભે કથિતપણે આપઘાત કરી લીધો છે. એસીપી પ્રેમ વલ્લભની આપઘાતના કારણનોનો ખુલાસો થયો નથી. મૃતક પાસેથી કઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં. તેના સંદર્ભે હાલ કોઈ જાણકારી સામે આવી નથી.

  અહેવાલો મુજબ સવારા સાડા નવ વાગ્યે એસીપી દિલ્હી પોલીસ મુખ્યમથક ખાતે પહોંચ્યા હતા અને લગભગ દશ વાગ્યે તેમણે કથિતપણે આપઘાત કર્યો હતો. મૃતક પ્રેમ વલ્લભ 53 વર્ષની વય ધરાવતા હતા. આ મામલાને કારણે દિલ્હી પોલીસ બેડામાં ખળભળાટ સર્જાયો છે.

(3:00 pm IST)