Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

NEETમાં જોડાઇ શકશે ૨૫ વર્ષથી વધુના ઉમેદવાર

સુપ્રિમ કોર્ટનો ફેંસલો : ૨૫ વર્ષથી ઉપરના ઉમેદવારોને પણ 'નીટ અંડરગ્રેજ્યુએટ ૨૦૧૯'ની પરીક્ષામાં બેસવા મંજુરી

નવી દિલ્હી તા. ૨૯ : સુપ્રીમ કોર્ટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ (NEET 2019) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. હવેથી ૨૫ વર્ષથી વધારે ઉંમરના ઉમેદવારો પણ 'નીટ અંડરગ્રેજયુએટ ૨૦૧૯' પરીક્ષામાં સામેલ થવા માટે સુપ્રીમમાંથી લીલી ઝંડી મળી ગઇ છે. પરીક્ષા માટે અરજીની પ્રક્રિયા ૧ નવેમ્બર ૨૦૧૮થી શરૂ થઇ હતી, જયારે પરીક્ષાનું આયોજન ૫ મેના રોજ થવાનું છે. તમને જણાવી દઇએ કે, પહેલા નોટિફિકેશન અનુસાર, આ પરીક્ષા માત્ર તે ઉમેદવાર આપી શકે છે જેની ઉંમર ૨૫ વર્ષ છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે ૨૫ વર્ષ અથવા તો તેનાથી વધારે ઉંમરના ઉમેદવાર પરીક્ષામાં સામેલ થઇ શકે છે, જો કે, પરીક્ષા કિલયર કરનાર ઉમેદવારોનો દાખલો કોર્ટના છેલ્લા નિર્ણય પર નિર્ભર રહેશે. કોર્ટનો આ નિર્ણય અમુક વિદ્યાર્થીઓએ કરેલી અપીલ બાદ આવ્યો છે. અમુક વિદ્યાર્થીઓએ ઉંમરની સીમા હટાવવાની માંગ કરી હતી. તેના માટે તેમણે પોતાનો તર્ક આપ્યો છે.

નિર્ણય આપતા કોર્ટે કહ્યું કે, ૨૫ વર્ષ અથવા તો તેનાથી વધારે ઉંમરના ઉમેદવાર પરીક્ષા તો આપી શકશે, પરંતુ પરિણામ કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે. કોર્ટે હાલ દાખલાની કોઇ ઉંમર સીમા નક્કી કરી નથી. માત્ર ૨૫ વર્ષ અથવા તો તેનાથી વધારે ઉંમરના ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી છે. ૨૫ વર્ષથી વધારે ઉંમરના ઉમેદવારનું પરિણામ તે વખતે જાહેર કરવામાં આવશે, જયારે કોર્ટ ઉંમર સીમાને લઇને અંતિમ નિર્ણય આપશે.

નીટ માટે અરજી કરવાની તારીખ ૩૦ નવેમ્બરની છે. કોર્ટના આ નિર્ણય બાદ અરજીની પ્રક્રિયાને વધારવામાં આવશે, જેથી ૨૫ વર્ષ અથવા તો તેનાથી વધારે ઉંમરના ઉમેદવાર ફોર્મ ભરી શકે.

(2:58 pm IST)