Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

પાકિસ્તાને પીઓકેમાં ધાર્મિક વસ્તી સંતુલન બદલી નાખ્યું : કાશ્મીરીઓની ઓળખને કરી નષ્ટ : જનરલ બિપિન રાવત

આતંકવાદીઓની અંતિમ યાત્રા કાઢવાની મંજૂરી આપવાનો મામલો ચિંતાજનક

નવી દિલ્હી :ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે પાકિસ્તાને પીઓકેમાં ધાર્મિક વસ્તી સંતુલનને બદલી નાખ્યું છે.પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિત-બાલ્તિસ્તાનમાં યોજનાબદ્ધ રીતે કાશ્મીરીઓની ઓળખને નષ્ટ કરી છે કરતારપુર કોરિડોરના શિલાન્યાસ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધોની આશાઓ વ્યક્ત થતી હતી. ત્યારે જનરલ બિપિન રાવતનું પીઓકે પરનું નિવેદન ઘણું સૂચક માનવામાં આવે છે.

 કાશ્મીર ખીણમાં થોડીક શાંતિ બાદ સુરક્ષાદળોને બેરેકમાં પાછા મોકલી દેવાના અભિપ્રાય સાથે પણ અસંમતિ દર્શાવી છે. જનરલ રાવતે કહ્યુ છે કે સુરક્ષાદળોને બેરેકમાં પાછા મોકલવાથી આતંકવાદીઓને પોતાનું નેટવર્ક ફરીથી જીવંત કરવા માટે સમય મળી જશે.

  ભારતીય સેનાધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું છે કે સ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે સતત દબાણ બનાવી રાખવાની જરૂરત છે. યશવંતરાવ ચવ્હાણ સ્મૃતિ વ્યાખ્યાનમાં જનરલ રાવતે આતંકવાદીઓની અંતિમ યાત્રા કાઢવાની મંજૂરી આપવા મામલે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે આનાથી આતંકવાદીઓને શહીદો તરીકે રજૂ કરાય છે અને આનાથી કદાચ વધુ લોકોને આતંકી સંગઠનોમાં સામેલ થવા માટે પ્રોત્સાહન મળે છે.

(11:58 am IST)