Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અમેરિકામાં જનરલ મોટર્સમાં કામ કરતા કર્મચારીઓને રોવાનો વારો આવ્યો : કંપનીના 5 પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવાતા એક સાથે 14 હજાર કર્મચારીઓની છટણી

વોશિંગટન : સુવિખ્યાત જનરલ મોટર્સના સંચાલકોએ 2019 ની સાલ સુધીમાં 14 હજાર કર્મચારીઓને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના છુટા કરી દેવાનો નિર્ણય લીધો છે. કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અને ચેરમેન મેરી બેરાએ જાહેરાત કરી કે, લાંબી સફળતા બાદ અમારી કંપનીને ફરીથી સ્થાપિત કરવા માટે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને સમજવી અત્યંત જરૂરી છે.

 કંપનીની આટલાં મોટાંપાયે છટણી બાદ વર્કર્સ રડતાં-રડતાં બહાર નિકળી રહ્યા છે. નક્કી કરવામાં આવેલા 5 પ્લાન્ટ્સ આગામી 2019 સુધી બંધ કરી દેવામાં આવશે. વિદેશમાં જ્યાં એક તરફ ક્રિસમસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે તે અગાઉ જનરલ મોટર્સે તેના 14,000 કર્મચારીઓની છટણી કરી છે. એકસાથે હજારોની સંખ્યામાં છટણીનું મુખ્ય કારણ 'માર્કેટમાં બદલાતી પરિસ્થિતિ' ઉપરાંત 2020 સુધી કંપનીનું પ્લાનિંગ 15 ટકા વર્ક ફોર્સ કટ કર્યા બાદ 6 બિલિયન ડોલર્સ (423 હજાર લાખ રૂપિયા)ની બચત કરવાનું છે. જનરલ મોટર્સે આ નિર્ણય ગત સોમવારે લીધો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(11:55 am IST)