Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

દિલ્હીથી ઉડાન ભરેલું પ્લેન સ્વીડનમાં બિલ્ડીંગ સાથે અથડાયું: ૧૭૯ યાત્રીઓના જીવ અધ્ધરતાલ

નવી દિલ્હી તા. ૨૯ : સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બુધવારે એર ઈન્ડિયાની એક ફલાઇટ એરપોર્ટ પર રહેલા બિલ્ડિંગ સાથે ટકરાઇ હતી. આ ફલાઇટમાં ૧૭૯ મુસાફરો સવાર હતા. જો કે, આ ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ મળ્યા નથી. આ ઘટના શેના કારણે સર્જાઇ તેનું કારણ હજી સુધી જાણવા મળી શકયું નથી. પોલીસના મતે, તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમયના મતે, બુધવારે સાંજે ૫.૪૫ મિનિટે સર્જાઇ હતી.

એર ઈન્ડિયાની ફલાઇટે દિલ્હીથી ઉડાન ભરી હતી. તસવીરોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ફલાઇટનો એક ભાગ બિલ્ડિંગ સાથે અથડાયેલો છે. આસપાસ પોલીસની ઘણી ગાડીઓ ઉભેલી દેખાય છે. જો કે આ ઘટના પર એરપોર્ટ ઓર્થોરિટી તરફથી કોઇ સ્પષ્ટીકરણ આવ્યું નથી.(૨૧.૯)

(11:33 am IST)