Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ATMમાંથી પૈસા કાઢશો તો ચૂકવવો પડશે વધુ ચાર્જ!

એટીએમમાંથી ફ્રી ટ્રાન્જેકશનનો દૌર ટુંક સમયમાં પૂરો થઇ શકે છે

નવી દિલ્હી તા. ૨૯ : એટીએમમાંથી ફ્રી ટ્રાન્જેકશનનો દૌર ટૂંક સમયમાં પુરો થઇ શકે છે. સાથે જ બીજા એટીએમમાંથી પૈસા કાઢતાં તમારે વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. જોકે, એનપીએ સામે ઝઝૂમી રહેલી બેંકોએ ફ્રી સર્વિસને મોંઘી કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. બેંક હવે તમારી પાસે ફ્રી સર્વિસના પૈસા વસૂલ કરી શકે છે. અત્યાર સુધી બેંકોમાં એટીએમના ૩ ટ્રાંજેકશન પર કોઇ ચાર્જ લાગતો નથી. પરંતુ હવે એટીએમમાંથી કેશ વિથડ્રોલ અને મફત સર્વિસ પર ચાર્જ લગાવવામાં આવી શકે છે. SBI, HDFC બેંક, ICICI એકિસસ બેંક અને કોટક મહિંદ્વા પણ ગ્રાહકોને મફતમાં આપવામાં આવતી સેવાઓ પર ચાર્જ વસૂલી શકે છે.

જોકે, બેંકો દ્વારા એટીએમમાંથી કેશ વિડોલ, લોકર વિઝિટ અને ઘણી મફત સેવાઓ આપવામાં આવે છે, જે સર્વિસ બેંકોને ખૂબ મોંઘી પડે છે. તેના ચાર્જીસ વધારવાથી બેંકો ઉપર લોનનો ભાર વધી રહ્યો છે. તો બીજી તરફ ગ્રાહકો માટે બેંક દ્વારા તેના પર કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. બેંકોએ આ પ્રકારની સેવાઓ પર લગભગ ૪૦ હજાર કરોડ રૂપિયાનો સર્વિસ ટેકસ આપવો પડે છે. ટ્રેઝરી વિભાગ અને નાણા મંત્રાલય હેઠળ આગામી નાણાકીય સેવા વિભાગની વચ્ચે બેઠકમાં બેંકોએ આ સેવાઓ પર ટેકસમાં છૂટ આપવાની માંગ કરી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલો હવે પીએમઓ સુધી પહોંચી ચૂકયો છે. આ સમસ્યાના સમાધાન માટે બેંકો તથા નાણા મંત્રાલયના અધિકારીઓ વચ્ચે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. આ અઠવાડિયે આ સમસ્યાનું સમાધાન આવી શકે છે.

મિનિમમ બેલેંસ મેનટેન કરવા છતાં તમારે એટીએમ ટ્રાન્જેકશન, ફયૂલ સરચાર્જ રિફંડ, ચેકબુક, ડેબિટ કાર્ડ વગેરેની સેવાઓ ફ્રી મળશે નહી. ટેકસ ડિપાર્ટમેંટે લગભગ ૪૦ હજાર કરોડ રૂપિયાના ટેકસની માંગ કરી છે. ડાયરેકટરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેકસ ઇન્ટેલિજેન્સ (DGGST) એ આ બેંકોને આ મામલે કારણ બતાઓ નોટિસ જાહેર કરવામાં આવી છે. વિભાગે ગત પાંચ વર્ષ માટે ટેકસ ચૂકવણીની માંગ કરી છે. કારણ કે નિયમ અનુસાર, પાંચ વર્ષ પહેલાં સર્વિસ ટેકસ માંગી ન શકાય.

ટ્રેઝરી વિભાગે બેંકિંગ સેવાઓ પર સર્વિસ ટેકસ ઉપરાંત વ્યાજ પણ જમા કરવા માટે કહ્યું છે. આ સર્વિસ ટેકસ તે બધી સેવાઓ પર લગાવવામાં આવ્યો હતો, જે મોટાભાગે બેંક મફતમાં આપી રહી છે. ટ્રેઝરી વિભાગ દ્વારા ફ્રી સેવાઓ પર ટેકસ ન જમા કરાવવા પર બેંકો પર ૧૨ ટકા સર્વિસ ટેકસની સાથે તેના પર ૧૮ ટકાનું વ્યાજ અને ૧૦૦ ટકા દંડ લગાવીને નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસ મળ્યા બાદ બેંકોના સંગઠને સરકાર પાસે નોટીસને પરત લગાવવાની અપીલ કરી હતી.

બેંકોને આશા છે કે સામાન્ય લોકોને બોઝમાંથી બચાવવા માટે કેંદ્ર સરકાર બેંકોને આ સર્વિસ ટેકસની નોટિસમાંથી થોડી રાહત પહોંચાડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે બેંકોની ફ્રી સેવાઓ અને ગ્રાહકો દ્વારા ખાતામાં મિનિમમ બેલેંસ મેનેંન કરવાની સેવા પર GST લગાવવામાં ન આવે.(૨૧.૬)

(9:54 am IST)