Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

કરતારપુર કોરીડોરઃ નવજોતસિંહ સિધ્ધુ પર બીજેપી એ સાધ્યુ નિશાનઃ કહ્યુ આ કોઇ લાફટર ચેલેન્જ નથી

પંજાબ કેબિનટ મંત્રી સિધ્ધુ પર વિપક્ષોના હુમલા. બીજેપીએ નવજોત સિધ્ધુ પર નિશાન તાકયુ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ પણ સિધ્ધુ પર આકરા પ્રહારો કર્યા. એમણે રાહુલ ગાંધીને સિધ્ધુને  બરખાસ્ત કરવાની માગણી કરી. રાહુલ ગાંધી તમારામા થોડી પણ શરાફત હોય તો પાકિસ્તાનની ચમચાગીરી કરવાવાળા સિધ્ધુને બરખાસ્ત કરો. કોંગ્રેસ પાર્ટી અને  આમ બન્ને દેશ પ્રત્યે જવાબદાર છે. કેમ આ મંત્રીને ભારત વિરોધી કામ કરવાની અનુમતિ આપી.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ સિધ્ધુ પર આકરા પ્રહારો કર્યા સિધ્ધુની પાકિસ્તાન યાત્રામાં સૌથી વધારે આપતિજનક વાત એ છે કે  એમણે વિભિન્ન ઘરેલુ મુદા પર બોલ્યા. જાવડેકરે કહ્યુ જયારે પાકિસ્તાન આંતક સંબંધી ગતિવિધીઓમા લિપ્ત છે તો સાવધાન રહેવું જોઇએ. આ સિધ્ધુની કોલ લાફટર ચેલેન્જ નથી સિધ્ધુ દ્વારા પાક પી એમની પ્રશંસા પર જાવડેકરે તીખી પ્રતિક્રયા આપી.

(12:00 am IST)