Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સાકાર થશે 24 કલાક વિજળીનું સપનું :મોદીનો માસ્ટર પ્લાન :PFC-RECના મર્જર પણ થઇ રહી છે વિચારણા

નવી દિલ્હી :દેશને ઓછી કિંમતમાં 24 કલાક વિજળીના સપનાને હકીકતબનાવવા તરફ સરકાર ડગ માંડી રહી છે ભારત બે સરકારી લૉન ધારક રુરલ ઈલેક્ટ્રિફિકેશન (REC) અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC)ના મર્જરના પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો છે. બ્લૂમબર્ગના સૂત્રોના હવાલેથી આ જાણકારી આપવામાં આવી છે.

  પ્રથમ તબક્કા અંતર્ગત માર્ચ 2019 સુધી REC પાવર ફાઈનાન્સમાં મોટી ભાગીદારી મેળવશે. નામ જાહેર ન કરવાની શરતે આ મામલે જોડાયેલા લોકોએ જણાવ્યું છે કે, આના પછી RECમાં સબ્સિડરીને પણ મર્જ કરવામાં આવશે. મંગળવારે પાવર ફાઈનાન્સ માર્કેટનું મૂલ્ય 268.8 અબજ રૂપિયા હતું.
  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર ચૂંટણી પહેલા પબ્લિક વેલફેર પ્રૉજેક્ટ્સમાં પૈસા લગાવવા માટે બજેટ નુકસાનને ઘટવાના પ્રયત્નો શોધી રહી છે. આ અગાઉ ONGCએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનમાં નિયંત્રણકારી હિસ્સેદારી ખરીદી હતી.
  મર્જર પ્લાન પર વિચાર RECની તે ચિંતા બાદ થઈ રહ્યો છે જેમાં તેણે કહ્યું હતું કે, પાવર ફાઈનાન્સમાં માત્ર નિયંત્રણકારી હિસ્સેદારી લેવાથી તેની ક્રેડિટ પ્રોફાઈલ ખરાબ થશે અને કોઈ ઑપરેશનલ બેનિફિટ નહીં થાય. જાણકારો અનુસાર સંયુક્ત રૂપે પાવર સેક્ટર લેન્ડર્સ ઓછા દરે ઉધાર આપી શકશે અને આનાથી દેશને ઓછી કિંમતમાં 24 કલાક વિજળીના સપનાને હકીકત બનાવવામાં મદદ મળશે.

(12:00 am IST)