Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

કેન્દ્રની ભાજપ સરકાર રિલાયન્સ જીઓને આપે છે રક્ષણ :બીએસએનલના કર્મચારી યુનિયનના ખુલ્લા આક્ષેપથી ખળભળાટ

જીયોની તરફદારી કરતા હોવાનો આરોપ :3જી ડિસેમ્બરે અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી

નવી દિલ્હી ;કેન્દ્રની ભાજપ સરકાર રિલાયન્સ જિયોને રક્ષણ આપતી હોવાના બીએસએનએલ કમર્ચારી યુનિયને ખુલ્લો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે બીએસએનએલ કર્મચારી યુનિયને કેન્દ્ર સરકાર રિલાયન્સ જીયોની તરફેણ કરતી હોવાની જણાવી આગામી 3જી ડિસેમ્બરે અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી છે

    બીએસએનએલ જેવી કેન્દ્ર સરકારની કંપનીના કર્મચારી યુનિયને કેન્દ્ર સરકારની નીતિ અને નિયતિ પર સવાલ ઉઠાવતા જબરો ઝાટકો આપ્યો છે કર્મચારી યુનિયને ખુલ્લા આક્ષેપ કરીને અનિશ્ચિતકાળની હડતાળની જાહેરાત કરતા સનસનાટી ફેલાઈ છે

(12:00 am IST)