Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

યુ.એસ. ના પ્લાનો ટેક્સાસમાં 19 નવે ના રોજ "તુલસી વિવાહ " ઉજવાયા : વૈષ્નવ મિલનના ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં ભવ્ય મંડપ, ચોરી, શેરડીના સાંઠા ,ફૂલોની વર્ષા,સાથે તુલસીજીના વિવાહ , બાલકૃષ્ણ જી સાથે થયા

ટેક્સાસ :પ્લાનો,ટેક્ષાસ, USમાં ,ભવ્ય તુલસી વિવાહની ઉજવણી તા, ૧૯, નવેમ્બર અને સોમવારે , weekdays હોવા છતાં , વિશાળ સંખ્યામાં , વૈષ્ણવોની હાજરીમાં , ભવ્ય અને દિવ્ય , તુલસી વિવાહ ના મંડપ રચાયા , છેલ્લા છત્રીસ વર્ષથી ચાલતા ,વૈષ્ણવ મિલનના સૌજન્યથી, અહી નિકુંજની ભાવનાથી  બિરાજતા, સેવ્ય સ્વરૂપો , સાથે નિયમિત ,અચૂક થતા એકાદશીના સત્સંગ સાથે, પ્રબોધિની એકાદશીની સાંજે,ભવ્ય મંડપ, ચોરી, શેરડીના સાંઠા ,ફૂલોની વર્ષા,સાથે તુલસીજીના વિવાહ  , બાલકૃષ્ણ જી સાથે થયા ,સમસ્ત વ્રજ્મંડળ, ગાય, ગોપ, ગોપીઓ , વાજા બેન્ડ, જાન અને જાનૈયાઓ , વૈષ્ણવો સાથે લગ્નગીતો, કિર્તન, ભજનનો આનંદ  ઉત્સવ ઉજવાયો.અહી વર્ષ ભરના પુષ્ટિમાર્ગીય બધાજ ઉત્સવો દિવસે ઉજવાય છે , ભલે  પછી weekdays હોય કે  weather ની અનુકુળતા ના હોય આવેલ  દરેક વૈષ્ણવ પ્રસાદી લઈને જય છે, અહી દરેક પ્રસંગે વલ્લભી વૈષ્ણવોને જાહેર આમંત્રણ હોય છે, એક વાતની નોધ લેવી જરૂરી છે કે અહી કોઈ પણ જાતના પૈસાની ભેટ કે ફંડફાળા લેવામાં આવતા નથી , વધુ માહિતી માટે email: vaishnav_milan@yahoo પર સંપર્ક કરવા વિનંતી. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(7:54 pm IST)