Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

બ્રિટનમાં બહાર પડનારી 50 પાઉન્ડની નવી નોટ ઉપર ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનો ફોટો મુકાવાની શક્યતા

લંડન : બ્રિટનની બેન્ક દ્વારા 2020 ની સાલમાં બહાર પડનારી 50 પાઉન્ડની નવી નોટમાં કોઈ વૈજ્ઞાનિકનો ફોટો મુકવાનું નક્કી થયું છે.જે માટે સૂચવાયેલ જુદા જુદા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોમાં ભારતના જગદીશચંદ્ર બોઝનું નામ પણ સૂચવાયું છે.જેમણે વનસ્પતિમાં પણ જીવ હોવાની શોધ કરી હતી.

 અન્ય વૈજ્ઞાનિકોમાં તાજેતરમાં અવસાન પામેલ સ્ટીફન હોકીંગ્સ,બ્રિટનના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર માર્ગારેટ થેચર સહીત સેંકડો વૈજ્ઞાનિકોના નામ વિચારણા હેઠળ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:34 pm IST)