Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ભાજપે દરેક સમાજના ભાગલા પાડ્યા;સરકારને જનતાએ પરચો બતાવવો જ પડશે:રાજકોટમાં ગુંડાગર્દી,જમીન માફિયા અને વ્યાજખોરોનું સામ્રાજ્ય ;વિકાસની પરિભાષા સમજવી આવશ્યક :લડાઈ ગુજરાતના છ કરોડ જનતાની છે :રૂપાણી હજુ પણ પ્રવક્તા !;રાજકોટની મહાક્રાંતિ સભામાં માનવ મહેરામણ ઉમટ્યો :હાર્દિક પટેલના સરકાર પર આકરા પ્રહાર

(તસ્વીર સંદીપ બગથરીયા ))

રાજકોટ :આજે મોડી સાંજે રાજકોટના નાના મવા સર્કલ નજીક મહાક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં જંગી જનમેદની ઉમટી પડી હતી સભામાં માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ લોહાણા,દરજી મોચી,બ્રાહ્મણ,પ્રજાપતિ સમાજ સહિતના સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પાસના સુપ્રીમો હાર્દિક પટેલનું સન્માન કર્યું હતું હાર્દિક પટેલે કરણી સેનાના આગેવાનો નું સન્માન કર્યું હતું સભાને સંબોધતા હાર્દિક પટેલે રાજકોટની મહાક્રાતિ સભામાં ઉમટી પડેલ માનવ મહેરામણ નિહાળી કહ્યું હતું કે ઓગસ્ટમાં અમદાવાદની સભા બાદ રાજકોટની મહાક્રાતિ સભા નોંધનીય છે અહીં ઉમટેલા તમામને ધન્યવાદ અપાતા હાર્દિક પટેલે કહ્યું હતું કે ભાજપે દરેક સમાજના ભાગલાઓ પડાવ્યા છે રાજકોટમાં ગુંડાગર્દી,જમીન માફિયા અને વ્યાજખોરો ફુલ્યાફાલ્યા છે હાર્દિક પટેલે વિકાસના મુદ્દે પ્રહાર કરતા કહ્યું હતું કે માત્ર રિવર ફ્રન્ટ બતાવવાથી કે રાજકોટમાં પ્રવેશ કરતાંની સાથે ચિત્રો નિહાળવાથી વિકાસનું ચિત્ર આલેખતું નથી પરંતુ વાસ્તવમાં શિક્ષણ પૂર્ણ થયા બાદ નોકરી,કૃષિ જણસના યોગ્ય ભાવ સહિતનો વિકાસ થવો જોઈએ વિકાસની પરિભાષા સમજવી જરૂરી છે તેમ કહીને મતદારોને જાગૃત બનવા જણાવી એમ કહ્યું હતું કે મત માત્ર તાવા ભજીયા,ચેવડામાં પવિત્ર મતની કિંમત નથી ગુજરાતની કરોડની જનતાએ જાગૃત થવાની જરૂર છે અનામત અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે અમો અનામત કોઈનો હક છીનવીને લેવા નથી માંગતા પરંતુ અમો શા માટે અનામત માંગીએ છીએ તે સમજવું જરૂરી છે ગામડે બેઠા ખેડૂતોની હાલત સમજવી જરૂરી છે સારા માર્ક હોવા છતાં એડમિશન કે નોકરી મળતી નથી જે પાટીદારોએ સરપંચથી સંસદ સુધી સરકારને બેસાડી છે પરંતુ સરકાર તરફથી અન્યાય સામે પાટીદારોને એક ઘા ને બે કટકા કરતા આવડે છે હવે લડાઈ કરોડની જનતાની છે સરકારને જનતાએ પરચો બતાવવો પડશે તેને જનતાની કિંમત જણાવવી પડશે હાર્દિક પટેલે કહ્યું હતું કે અમો સરકાર વિરોધી કે કોઈ પક્ષના એજન્ટ નથી પરંતુ અમે અમારો હક્ક માંગીએ છીએ તે વેળાની તસ્વીરમાં હાર્દિક પટેલની સ્વાગત,મહાક્રાંતિ સભામાં ઉમટી પડેલ માનવ મહેરામણ અને હાર્દિક પટેલના છટાદાર સંબોધન વેળાની તસ્વીર નજરે પડે છે

(10:18 pm IST)