Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ઘૂમર ગીત ઉપર ડાન્સ કરીને મુલાયમના પુત્રવધુ વિવાદમાં

અપર્ણા યાદવને ધમકીઓ મળવા લાગી ગઇ : સોશિયલ મિડિયા પર વિડિયો વાયરલ થયા બાદ અપર્ણા મુશ્કેલીમાં મુકાઈ : ભાઈની સગાઈ વિધિમાં ડાન્સ કર્યો

લખનૌ, તા. ૨૯ : ફિલ્મ પદ્માવતીને લઇને રાજપૂત સમાજમાં જોરદાર વિરોધ પ્રદર્શન જારી ખે. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવની નામી પુત્રવધુ અર્પણા યાદવ પણ આ ફિલ્મના ગીત ઉપર ડાન્સ કરીને વિવાદોના ઘેરમાં આવી ગઇ છે. અપર્ણાને લઇને એક વિડિયો વાયરલ થતાં તેને લઇને જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે જેમાં તેમાં ઘુમર ગીત ઉપર ડાન્સ કરતી નજરે પડી રહી છે. વિડિયો વાયરલ થયા બાદ તેમને કેટલાક લોકોએ સોશિયલ મિડિયા ઉપર ધમકી પણ આપી છે. અપર્ણાના ભાઈ અમન બિષ્ટની સગાઈના પ્રસંગે આ પરફોર્મ અપર્ણાએ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. અપર્ણાના ભાઈની સગાઈની વિધિ લખનૌનીફાઇવ સ્ટાર હોટલમાં થઇ હતી. સગાઈના કાર્યક્રમમાં ડાન્સ સંગીતનો કાર્યક્રમ ચાલ્યો હતો. સ્ટેજ ઉપર અપર્ણાએ વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીના ગીત ઘુમર ઉપર ડાન્સ કર્યો હતો. તેના ડાન્સના આ વિડિયો સોશિયલ મિડિયા ઉપર વાયરલ થયા બાદ આની ચર્ચા છે. અપર્ણા યાદવના વિડિયો વાયરલ થયા બાદ અનેક રાજપૂત સંગઠનોએ આની સામે વાંધો ઉઠાવ્યો છે. કેટલાક લોકોએ આની ટિકા પણ કરી છે. સંગઠનોનું કહેવું છે કે, અપર્ણા યાદવ જે પરિવારના પુત્ર વધુ છે તેમને આ બધી ચીજો શોભા દેતી નથી. કેટલાક લોકોએ કહ્યું છે કે જે જૂથને લઇને સમગ્ર સમાજ પીડા અનુભવ કરે છે તેના ઉપર ડાન્સ કરવાની બાબત સંવેદનહિનતાની પરાકાષ્ટા છે. તમામ લોકોને પીડા થઇ રહી છે. આ ગીત ફિલ્મમાં દિપીકા ઉપર છે. રાજપૂત સમાજ દ્વારા જોરદાર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, રાજપૂત રાજાઓની પત્નિઓ આ રીતે ગીતો રજૂ કરતી ન હતી. રાજપૂત સંગઠનોએ પણ આ ગીતને લઇને વાંધો ઉઠાવ્યો છે. બીજી બાજુ અપર્ણાને ધમકી પણ આપવામાં આવી છે. સંજય લીલાની ફિલ્મને લઇને વિવાદ અકબંધ રહ્યો છે. આ વિવાદ જારી રહેવાની વકી છે.

 

(7:46 pm IST)