Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017


દિલીપકુમારની તબિયત ફરી બગડી : આરામ પર

તબીબોની તબિયત પર નજર કેન્દ્રિત

મુંબઈ, તા. ૨૯ : અનુભવી અને પોતાના સમયના મહાન અભિનેતા દિલીપકુમારને નિમોનિયાની અસર થઇ હોવાના અહેવાલ મળ્યા છે. તબીબોએ હાલમાં દિલીપકુમારને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. પરિવારના સભ્યોના કહેવા મુજબ ૯૪ વર્ષીય દિલીપકુમારની સ્થિતિ હવે સામાન્ય છે. હકીકતમાં તેમને હળવા ન્યુમોનિયાની અસર થઇ હતી. ત્યારબાદ સારવાર માટે તેમને લઇ જવામાં આવ્યા હતા. દિલીપકુમારના પારિવારિક મિત્ર ફૈઝલ ફારુકીએ તેમના તરફથી ટ્વિટ કરીને કહ્યું છે કે, તેમની તબિયતમાં આંશિક ખરાબી થઇ છે. ત્યારબાદ તેમને ઘરે આરામ કરવા માટેની સલાહ આપવામાં આવી છે. શરીરના બાકી તમામ માપદંડ યોગ્યરીતે કામ કરી રહ્યા છે. પહેલાની સરખામણીમાં તેમન તબિયતમાં સુધારો થયો છે. અનેક એવોર્ડથી તેઓ સન્માનિત થઇ ચુક્યા છે. તેમની છેલ્લી ફિલ્મ કિલ્લા ૧૯૯૮માં રજૂ થઇ હતી. તેમને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. ૨૦૧૫માં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પણ તેમને ન્યુમોનિયાની અસર થઇ હતી અને બે દિવસ હોસ્પિટલમાં સારવાર માટે રહ્યા હતા.

 

(7:48 pm IST)