Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ઉથલપાથલ વચ્ચે સેંસેક્સ ૧૬ પોઇન્ટ ઘટી અંતે બંધ

સેંસેક્સ ૩૩૬૦૨ની નીચી સપાટીએ બંધ રહ્યો : નિફ્ટી ૯ પોઇન્ટ ઘટીને ૧૦૩૬૭ની નીચી સપાટી ઉપર બંધ રહ્યો : આજે જીડીપી આંકડા જારી કરવામાં આવશે

મુંબઇ,તા. ૨૯ : શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૬ પોઇન્ટ ઘટીને ૩૩૬૦૨ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯ પોઇન્ટ ઘટીને ૧૦૩૬૭ની નીચી સપાટીએ રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૧૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં નજીવા ફેરફારની સ્થિતિ રહી હતી. શેરબજારમાં ઉથલપાથલ માટે કેટલાક પરિબળો જવાબદાર દેખાઈ રહ્યા છ.ે આવતીકાલે બજારમાં કલાકોના ગાળા બાદ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટેના જીડીપીના આંકડા જારી કરવામાં આવે તે પહેલા શેરબજારમાં કારોબારીઓ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. જાણકાર નિષ્ણાતોના કહેવા મુજબ જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં ૬.૪ ટકા રહે તેવી શક્યતા છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં આ આંકડો ૫.૭ ટકાની આસપાસનો હતો. વૈશ્વિક બજારોમાં પણ ઉત્તર કોરિયાના મિસાઇલ ટેસ્ટના કારણે બજારમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી તેજી ઉપર ગઇકાલે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ગઇકાલે મંગળવારના દિવસે ૧૦૫ પોઇન્ટ ઘટીને ૩૩૬૧૮ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૯ પોઇન્ટ ઘટીને ૧૦૩૭૦ની નીચી સપાટીએ રહ્યો હતો. અમેરિકાની રેટિંગ સંસ્થાઓ દ્વારા ભારતનું ગુલાબી ચિત્ર રજૂ કર્યા બાદ શેરબજારમાં છેલ્લા આઠ સેશનથી તેજી ચાલી રહી હતી પરંતુ આજે આ તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. હાલમાં મૂડીએ દેશના રેટિંગમાં ૧૩ વર્ષના ગાળા દરમિયાન સુધારો કર્યો હતો.  એસ એન્ડ પી સંસ્થાએ પણ ભારતની રેટિંગને સ્થિર રાખીને સ્થિરઆઉટલુંકનુ ચિત્ર રજૂ કર્યું હતું. છેલ્લા સપ્તાહ દરમિયાન શેરબજારમાં તેજી રહી હતી. જીડીપીના આંકડાને લઇને પણ આશા દેખાઈ રહી છે. સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા ગુરુવારના દિવસે જારી કરાશે. જૂન ૨૦૧૭માં જીડીપી ગ્રોથરેટ ઘટીને ૭.૫ ટકા થયો હતો. જીએસટીને લઇને સ્પષ્ટતા અને સારા મોનસુનની સ્થિતિના લીધે જીડીપી ગ્રોથરેટમાં સુધારો થશે. આવી જ રીતે અન્ય માઇક્રો આંકડા પણ જારી કરવામાં આવનાર છે. ઓક્ટોબર ૨૦૧૭ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટા ૩૦મી નવેમ્બરના દિવસે શેરબજારના ગાળા બાદ જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે નવેમ્બર માટેના પીએમઆઈના આંકડા જારી કરાશે. 

 

(7:40 pm IST)