Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ડોલર વિરૂદ્ધ રૂપિયો ૧૦ સપ્તાહની ઉંચી સપાટીએ

રૂપિયા ૬૪.૩૨ની સપાટીએ રહ્યો

        મુંબઈ, તા. ૨૯ : જીડીપીના આંકડા ૩૦મી નવેમ્બરના દિવસે જારી કરવામાં આવે તે પહેલા અમેરિકી ડોલર સામે રૂપિયો ૧૦ સપ્તાહની ઉંચી સપાટીએ રહ્યો હતો. રૂપિયો ૨૦મી સપ્ટેમ્બરના દિવસે છેલ્લી સપાટીએ રહ્યો તે કરતા આજે ઉતારચઢાવવાળી સ્થિતિમાં રહ્યો હતો. રૂપિયો ડોલર સામે ૬૪.૩૨ની સપાટીએ રહ્યો હતો. મંગળવારના દિવસે ડોલર સામે રૂપિયો ૬૪.૪૧ની સપાટીએ રહ્યો હતો. આજે સવારે કારોબાર શરૂ થયા બાદ ડોલર સામે રૂપિયો ૬૪.૪૬ની સપાટીએ ખુલ્યો હતો. રૂપિયો ડોલર સામે હાઈ અને લોની દ્રષ્ટિએ ક્રમશઃ ૬૪.૨૮ અને ૬૪.૫૧ની સપાટીએ રહ્યો હતો. આ વર્ષે હજુ સુધી રૂપિયામાં ૫.૪ ટકાનો વધારો થઇ ચુક્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઇક્વિટી અને ડેબ્ટમાં ક્રમશઃ ૮.૮૨ અબજ ડોલર અને ૨૨.૬૧ અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

 

(7:39 pm IST)