Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017


તેલંગાણાના મુખ્યમંત્રીએ ઇવાંકા ટ્રમ્પને ભેટમાં આપી ૪૦ લાખ રૂપિયાની સાડી

હૈદરાબાદ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાંકા ટ્રમ્પ એક સમીટમાં ભાગ લેવા અહી આવ્યા છેઃ રાજયના મહેમાન બની આવેલા ઇવાંકાને તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે એક સાડી ભેટમાં આપી છેઃ જેની કિંમત ૪૦ લાખ છેઃ આ સાડીની ખાસીયત એ છે કે તેના ઉપર ચાંદીની સજાવટ કરવામાં આવી છેઃ આ સાડી તૈયાર કરવા ૧ર૦ પરિવારોએ મહેનત કરી હતી અને બે મહિને તૈયાર થઇ હતીઃ આ ઉપરાંત ઇવાંકાને ભેટમાં ર.પ કિલો ચાંદીથી બનેલી ચાર મીનારની પ્રતિકૃતિ અને દોઢ કિલો ચાંદીથી બનેલ હંસની પ્રતિમા ગીફટમાં આપવામાં આવી હતી.

 

(5:31 pm IST)