Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

હું હજુ પણ 'જેલ'માં : પતિને મળવાની આઝાદી જોઇએ છે

બહુચર્ચિત 'લવ જેહાદ'કેસની યુવતી હાદિયાએ સંપૂર્ણ આઝાદી માંગી

ચેન્નાઇ તા.૨૯ : બહુચર્ચિત 'લવ જેહાદ' કેસથી ચર્ચાના કેન્દ્રમાં આવેલ કેરલની છોકરી હાદિયાએ કહ્યું છે કે તે એ વ્યકિતની સાથે રહેવાની સ્વતંત્રતા માંગે છે, જેને તેણે પ્રેમ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાના પરિવારજનોની 'ચુંગલ'માંથી આઝાદ થઇને તામિલનાડુના કોલેજમાં અભ્યાસ કરી રહેલા હાદિયાએ કહ્યું કે તેની પાસે પોતાના શૌહર શફીન જહાંને મળવાની આઝાદી નથી.

બહુચર્ચિત 'લવ જેહાદ' કેસથી ચર્ચાના કેન્દ્રમાં આવેલ કેરલની છોકરી હાદિયાએ કહ્યું છે કે તે એ વ્યકિતની સાથે રહેવાની સ્વતંત્રતા માંગે છે, જેને તેણે પ્રેમ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાના પરિવારજનોની શ્નચુંગલલૃમાંથી આઝાદ થઇને તામિલનાડુના કાઙ્ખલેજમાં અભ્યાસ કરી રહેલા હાદિયાએ કહ્યું કે તેની પાસે પોતાના શૌહર શફીન જહાંને મળવાની આઝાદી નથી.

અખિલા અશોકનથી પરિવર્તિત થઇને હાદિયા બનેલી છોકીએ કહ્યું કે હું એ વ્યકિતની સાથે રહેવા માંગું છું, જેને તે સૌથી વધુ પ્રેમ કરે છે. હું કોર્ટના આદેશની રાહ જોઇ રહી છું જેથી કરીને હું જોઇ શકપં કે શું આ મારા માટે બીજી જેલ તો નહીં હોય ને. મે મારી મરજીથી ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે. હું એ અધિકાર માંગી રહી છું જે દરેક નાગરિકની પાસે છે. તેની રાજકારણ અને જાતિ સાથે કોઇ લેવા-દેવા નથી.

તેમણે કહ્યું કે કોલેજ પાછી જઇને ખુશ છું. હું કોર્ટ પાસેથી આઝાદી માંગીશ. હું મારા પતિને મળવા માંગું છું, પરંતુ સત્ય એ છે કે મને હજુ સુધી આઝાદી મળી નથી. ઉલ્લેખનીય છે કે અખિલા અશોકન ઉર્ફે હાદિયાએ કથિત રીતે ધર્મ પરિવર્તન કરીને શફીન જહાં નામના એક વ્યકિત સાથે નિકાહ કર્યા હતા. છોકરીના પિતા કે.એમ.અશોકન એ કેરળ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને લગ્ન કરવાની મ્હોર લગાવી હતી. પીટિશનમાં કહ્યું હતું કે છોકરીને જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવ્યું અને છોકરા (શૈફીન)નો સંબંધ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સંગઠનથી છે.

(4:32 pm IST)