Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

દિપિકાના માથા પર ઇનામ રાખનાર ભાજપ નેતાનું રાજીનામું

સુરજપાલ અમ્મુએ હરીયાણા ભાજપના ચીફ મીડિયા કોર્ડિનેટર પદેથી ખટ્ટરને મોકલ્યું રાજીનામું : હું લાલચોક પર ઉભા રઇને ફારૂક અબ્દુલ્લાને થપ્પડ મારવા માંગું છું : સુરજલાલ

ચંદીગઢ તા.૨૯ : પદ્માવતી ફિલ્મની રિલીઝવિશે સતત વિવાદિત નિવેદન આપનાર હરિયાણા બીજેપીના ચીફ મીડિયા કો-ઓર્ડિનેટર સૂરજપાલ અમ્મુએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે દીપિકા પાદુકોણ અને સંજય લીલા ભણસાલીનું માથું કાપીને લાવનાર પર રૂ.૧૦ કરોડના ઈનામની જાહેરાત કરી હતી. તેમણે વોટ્સએપ દ્વારા બીજેપી પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાને રાજીનામું મોકલી દીધું છે. પાર્ટીએ તેમની પાસેથી જવાબ માગ્યો હતો. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, સૂરજપાલ અમ્મુ અને કરણી સેનાને સમય આપ્યા પછી પણ સીએમ મનોહર લાલ ખટ્ટર તેમને મળ્યા નહતા. તે કારણથી નારાજ થઈને તેમણે રાજીનામું આપ્યું છે.

સુરજપાલ અમ્મુએ વોટ્સએપ દ્વારા બીજેપી પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાને રાજીનામું મોકલી દીધું છે. પાર્ટીએ તેમની પાસેથી જવાબ માગ્યો હતો. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, સૂરજપાલ અમ્મુ અને કરણી સેનાને સમય આપ્યા પછી પણ સીએમ મનોહર લાલ ખટ્ટર તેમને મળ્યા નહતા. તે કારણથી નારાજ થઈને તેમણે રાજીનામું આપ્યું છે.

 મંગળવારે દિલ્હીમાં રાજપૂત કરણી સેના અને મનોહર લાલ ખટ્ટર વચ્ચે મુલાકાત થવાની હતી, પરંતુ તે ન થઈ શકી. કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ભવાની સિંહ, સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય ૨૨ લોકો સમયસર પહોંચી ગયા હતા, પરંતુ સીએમ પાછલા દરવાજાથી નીકળી ગયા હતા.આ વિશે અમ્મુએ કહ્યું કે, સીએમ રાજપૂતોનું અપમાન કર્યું છે અને રાજપૂતો તે સહન નહીં કરે. તેમણે ચેતવણી આપી છે કે, આગામી સમયમાં રાજય સરકારે આનું પરિણામ ભોગવવુ પડશે.

રાજસ્થાનમાં કરણી સેના, ભાજપ નેતા અને હિંદુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડ કર્યાં હોવાનો આરોપ લગાવ્યો છે. રાજપૂત કરણી સેનાનું માનવું છે કે આ ફિલ્મમાં પદ્મિની અને ખીલજી વચ્ચે ઈન્ટીમેન્ટ દ્રશ્યો ફિલ્માવવાથી તેમની ભાવનાઓને ઠેસ લાગી છે. ત્યારે ફિલ્મની રજૂઆત પહેલાં પાર્ટીના રાજપૂત પ્રતિનિધિઓને ફિલ્મ દેખાડવી જોઈએ. આવું કરવાથી રિલીઝ સમયે ફિલ્મ સહેલાયથી રજૂ થશે અને તણાવની સ્થિતિથી બચી શકાશે. તો હવે રાજસ્થાનના રાજવી કુટુંબના લોકો પણ ફિલ્મના વિરોધમાં ઉતરી આવ્યાં છે.

(4:28 pm IST)