Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ચોરોએ લૂંટી લેતા કાછિયો ૩ દિવસમાં ૯૦ કિ.મી. ચાલીને ઘરે પહોંચ્યો

ગુવાહાટી, તા. ૨૯ :. આસામના અંતરિયાળ ગામમાં રહેતા એક શાકભાજી વેચતા જેબિલ સંગમા નામના કાછિયાને ન્યુ બંગાઈગાંવ સ્ટેશન પાસે કેટલાક ચોરોએ નશીલી દવા પીવડાવીને લૂંટી લીધો. પાસે પૈસા ન હોવાથી જેબિલ ચાલતો-ચાલતો ઘરે જવા નિકળ્યો. રેલ્વે લાઈનની સમાંતરે ચાલવાનું શરૂ કર્યુ અને ભૂખ લાગે ત્યારે નજીકની કચરાપેટી ફંફોસીને પેટ ભરી લેતો. જો કે સોમવારે રાત્રે તે પોતાના ગામ પહોંચ્યો ત્યારે ભૂખ અને સતત ચાલવાને કારણે સાવ નબળો થઈ ચૂકયો હતો. તેની સાથે નીકળેલા બે દોસ્તોનો કોઈ અતો-પત્તો નથી.

(3:48 pm IST)