Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

હું તોઇબાનો સમર્થક છું: હાફીઝને મળ્યો પણ છું

મુશર્રફનો ચોકાવનારો દાવોઃ તોઇબા અને જમાત ઉદ્દ દાવા મને પસંદ કરે છે : કાશ્મીરમાં તોઇબાની કાર્યવાહી અને ભારતીય સેનાને દબાવવાના પણ સમર્થનમાં હું છું

ઇસ્લામાબાદ તા.ર૯ : પાકિસ્તાનના પુર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ફરી એક વખત એક મોટુ અને ચોકાવનારૂ નિવેદન આપ્યુ છે. પુર્વ તાનાશાહે ખુલ્લેઆમ ત્રાસવાદી સંગઠન લશ્કર એ તોઇબા અને જમાત ઉદ્દ દાવાનું સમર્થન કર્યુ છે. મુશર્રફે પાકિસ્તાનની એઆરવાય ન્યુઝ ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે, હું તોઇબાનો સૌથી મોટો સમર્થક છું અને જાણુ છુ કે તેઓ પણ મને પસંદ કરે છે. જમાત પણ મને પસંદ કરે છે.

જયારે પત્રકારે તેમને પુછયુ કે શું હાફીઝ સઇદ પણ તમને પસંદ કરે છે ? તો જવાબ તેમણે હા માં આપ્યો હતો. મુશર્રફે એમ પણ કહ્યુ હતુ કે, હું હાફીઝને મળ્યો પણ છુ. મુશર્રફે ભારત ઉપર અમેરિકા સાથે મળીને તોઇબાને ત્રાસવાદી સંગઠન જાહેર કરાવવાનો આરોપ મુકયો હતો. તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીરમાં તોઇબાની કાર્યવાહી અને ભારતીય સેનાને દબાવવાના સમર્થનમાં છુ. તેમણે તોઇબાને કાશ્મીરમાં સૌથી વધુ સક્રિય ફોર્સ ગણાવી હતી.

મુશર્રફે કહ્યુ હતુ કે, હાફીઝ સઇદ કાશ્મીરમાં થયેલી ગતિવિધિઓમાં સામેલ છે અને હું તેમને સમર્થન આપુ છુ. તેમણે એવુ પણ કહ્યુ હતુ કે, કઇ રીતે કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાન તોઇબાની મદદ લેતુ આવ્યુ છે.

(3:47 pm IST)