Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

LICની સ્પષ્ટતાઃ પોલીસી સાથે આધાર નંબરને લિન્ક કરવાના મેસેજ ખોટા છે

નવી દિલ્હી તા.ર૯ : જાહેર ક્ષેત્રની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)એ એના પોલીસી ધારકોને તેમના આધારે નંબરને એસએમએસ મારફત સુપરત કરવા સામે સાવધ કર્યા છે અને જણાવ્યુ છે કે અમે પોલીસીઓ સાથે યુનિક આઇડેન્ટિફિકેશન નંબરને જોડવાની સુવિધા હજી કાર્યરત નથી કરી.

દેશની આ સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપનીએ કહ્યુ હતુ કે, અમારૂ ધ્યાન એવા સંદેશાઓ પ્રત્યે દોરવામાં આવ્યુ છે જે અમારા પ્રતિક અને લોગો સાથે સોશ્યલ મીડીયામાં ફરી રહ્યા છે. એમાં પોલીસી ધારકોને આધાર નંબર નિયુકત નંબર પર એસએમએસ દ્વારા મોકલી પોલીસીઓ સાથે લીન્ક કરવાનુ કહેવામાં આવ્યુ છે. આવો કોઇ સંદેશ એલઆઇસી દ્વારા વહેતો કરવામાં આવ્યો નથી.

એસએમએસ દ્વારા પોલીસીઓ સાથે આધાર નંબર લીન્ક કરવાની સુવિધા એલઆઇસીમાં નથી એવી સ્પષ્ટતા કોર્પોરેશને કરી હતી.

નોટીસમાં વધુમાં જણાવાયુ હતુ કે, જયારે એલઆઇસી એસએમએસ દ્વારા આધાર નંબરને પોલીસીઓ સાથે લીન્ક કરી શકશે ત્યારે એની વેબસાઇટને આ ઓપ્શન સાથે અપડેટ કરવામાં આવશે. નિયામક ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ કહ્યુ છે કે, ઇન્સ્યોરન્સ પોલીસીઓ સાથે આધાર નંબર જોડવાનુ ફરજીયાત છે અને એથી બધા ઇન્સ્યોરન્સને એનુ પાલન કરવાનું કહેવામાં આવ્યુ છે.

(3:47 pm IST)