Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

બે મહિનાની શાંતિ બાદ

ઉત્તર કોરિયાએ જાપાન પર છોડી મિસાઇલઃ ટ્રમ્પ બોલ્યા- જોઇ લઇશું

સીઉલ તા. ૨૯ : બે મહિનાની શાંતિ બાદ ઉત્ત્।ર કોરિયાએ બુધવારના રોજ ફરી એકવખત પોતાની સૌથી શકિતશાળી બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે. આ મિસાઇલ જાપાનના ખાસ આર્થિક ક્ષેત્ર (EEZ)માં પડી. એટલું જ નહીં આ મિસાલઇની જદમાં વોશિગ્ટન અને પૂર્વ અમેરિકાનો દરિયા કિનારો પણ છે. ઉત્તર કોરિયા દ્વારા મિસાઇલ લોન્ચ કરાતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રક્ષામંત્રી જિમ મૈટિસ એ કડક વિરોધ કર્યો છે. આની પહેલાં ઉત્ત્।ર કોરિયાએ ૧૫ સપ્ટેમ્બરના રોજ છેલ્લું મિસાઇલ પરિક્ષણ કર્યું હતું. આ પરિક્ષણ બાદ ફરી એકવખત અમેરિકા અને ઉત્ત્।ર કોરિયાની વચ્ચે યુદ્ઘની આશંકા વધી ગઇ છે.

મૈટિસના મતે પ્યોંગયાંગ એ જે આંતરમહાદ્વવીપીય મિસાઇલ (ICBM) છોડી છે તે તેની અત્યાર સુધીના પરીક્ષણોમાંથી સૌથી લાંબા અંતર સુધી જનાર મિસાઇલ છે. મૈટિસ એ એમ પણ કહ્યું કે ઉત્ત્।ર કોરિયા એવી મિસાઇલ વિકસિત કરવામાં લાગી ગયું છે કે તે દુનિયાના કોઇપણ ભાગને નિશાન બનાવી શકે છે. મિસાઇલ લોન્ચ બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી તે તેઓ આ સ્થિતિને જોઇ લેશે. જાપાન પીએમ શિન્ઝો આબે એ મિસાઇલ પરીક્ષણને 'હિંસક કૃત્ય'ગણાવ્યું છે અને કહ્યું છે કે તેને કયારેય બર્દાશ્ત કરી શકાશે નહીં. આબે એ આ મુદ્દા પર સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક પણ બોલાવી છે.

અમેરિકા અને દક્ષિણ કોરિયા એ પણ સુરક્ષા પરિષદની ઇમરજન્સ બેઠક બોલાવા માટે કહ્યું છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય સમયાનુસાર ગુરૂવારે સવાર આ બેઠક યોજાશે. શિન્ઝો આબે એ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે અમે પ્યોંગયાંગ પર વધુમાં વધુ દબાણ બનાવીશું. આપને જણાવી દઇએ કે અમેરિકા દ્વારા ઉત્ત્।ર કોરિયા પર લગાવેલા નવા પ્રતિબંધોના થોડાંક દિવસ બાદ જ પ્યોંગયાંગ એ મિસાઇલ પરીક્ષણ કર્યું. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ઉત્ત્।ર કોરિયાની પાસેથી એક મિસાઇલ લોન્ચ કરાયું છે પરંતુ હું તમને કહું છું કે અમે તેને જોઇ લઇશું. મેં જનરલ જિમ મૈટિસ સાથે આ સંબંધમાં લાંબી ચર્ચા કરી છે. અમે આ પરિસ્થિતિને જોઇ લઇશું. અમેરિકન રક્ષા મંત્રાલયે સ્થાનિક સમયાનુસાર ૧ વાગ્યાને ૧૭ મિનિટ પર ઉત્ત્।ર કોરિયા દ્વારા મિસાઇલ લોન્ચને ટ્રેક કરી. પેંટાગનના પ્રવકતા કર્નલ રોબ મૈનિંગ એ એક નિવેદનમાં કહ્યું કે શરૂઆતની તપાસ પરથી સંકેત મળ્યા કે આ એક આંતરમહાદ્વવીપીય મિસાઇલ હતી. રોબ એ કહ્યું કે આ મિસાઇલ ઉત્ત્।ર કોરિયાના સેન ની થી છોડવામાં આવી અને અંદાજે ૧૦૦૦ કિલોમીટનું અંતર કાપ્યા બાદ જાપાનના દરિયામાં જઇને પડી. આપને જણાવી દઇએ કે દક્ષિણ કોરિયા અને જાપાન એ એક-બે દિવસ પહેલાં જ એવા સમાચાર છાપ્યા હતા તેમાં ઉત્ત્।ર કોરિયા દ્વારા ફરીથી મિસાઇલ ટેસ્ટ કરવાની આશંકા વ્યકત કરાઇ હતી.

(3:54 pm IST)