Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017


યોગી આદિત્યનાથને મળવા પહોંચ્યા મધુર ભંડારકર

મધુર ભંડારકરે ગઇ કાલે સવારે લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. મધુર ભંડારકર તેમના ઘરે સ્પેશ્યલ યોગી આદિકયનાથને મળવા માટે ગયો હતો. મુલાકાત દરમ્યાન મધુર ભંડારકરે તેની આગામી ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં શૂટ કરવાની ઇચ્છા પણ વ્યકત કરી હતી. ઉત્તર પ્રદેશની ફિલ્મ-પોલિસીને લઇને છેલ્લાં પાંચ વર્ષમાં ત્યાં ઘણી ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. મધુર ભંડારકરે ગઇ કાલે ટ્વિટર પર તેમની આ મુલાકાતનો ફોટો પણ શેર કર્યો હતો.

(12:37 pm IST)