Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

હૈદરાબાદની ગ્લોબલ સમિટમાં સૌથી નાની વયનો ઓન્ટ્રપ્રનર છે ૧૩ વર્ષનો આ ઓસ્ટ્રેલિયન

હેમિશ ફિનલેસન અત્યાર સુધીમાં પાંચ એપ્સ બનાવી ચૂકયો છે

લિટર વન્ડર : ગઇકાલે હૈદરાબાદમાં શરૂ થયેલી ગ્લોબલ ઓન્ટ્રપ્રનરશીપ સમિટમાં ઓસ્ટ્રેલિયાનો એપમેકર હેમિશ ફિનલેસન.

હૈદ્રાબાદ તા. ર૯ :.. ગઇકાલે હૈદરાબાદમાં શરૂ થયેલી ગ્લોબલ ઓન્ટ્રપ્રનર સમિટ (જીઇએસ) માં સૌથી નાની ઉંમરનો ઓન્ટ્રપ્રનર છે ૧૩ વર્ષનો એપમેકર હેમિશ ફિનલેસન. હેમિશ ફિનલેસન સમિટમાં ગેમિંગ તેમજ લોકજાગૃતિ વિશેષી એપ્સ રજૂ કરશે.

ઓસ્ટ્રેલીયાનો હેમિશ અત્યારે સાતમા ધોરણમાં ભણે છે. હેમિશે અત્યાર સુધીમં પાંચ એપ્સ ડેવલપ કરી છે. એમાં એક એપ કાચબા બચાવવા માટેની છે. હવે એ ટીનેજર છઠ્ઠી એપ ડેવલપ કરી રહ્યો છે. એ એપ ટ્રાફીક રૂલ્સ વિશે લોકજાગૃતિ માટે બનાવવામાં આવશે.

હેમિશે કહયું હતું કે ભારતમાં આવ્યાથી ઘણી ઉત્સાહની લાગણી અનુભવું છું. ટેકનોલોજી અને એપ્સ ડેવલપ કરવાની પ્રવૃતિ હેમિશનો પ્રથમ પ્રેમ છે, પરંતુ તે ભણતર પર પણ પુરતું ધ્યાન આપે છે. હેમિશ કહે છે કે એપ્સ-ડેવલપમેન્ટની મનગમતી પ્રવૃતિ હું મારું સ્કુલનું હોમવર્ક પુરુ કર્યા પછી કરું છું.

હેમિશ આઠ જ વર્ષનો હતો ત્યારે આ બધી શરૂઆત થઇ. એ વખતે ત્રીજા ધોરણના સ્ટુડન્ટ હેમિશને એપ્સની કોમ્પિટીશનમાં ભાગ લીધા પછી એ પ્રવૃતિનો ચસકો લાગ્યો હતો. હેમિશને એપ્સ-ડેવલપમેન્ટમાં રસ પડતો ગયો. હેમિશને એપ્સ-ડેવલપમેન્ટમાં રસ પડતો ગયો અને એ દિશામાં પ્રવાસ ત્યાંથી શરૂ થયો હતો. હેમિશે ડેવલપ કરેલી એપ્સ એપલ અને ગૂગલ પ્લેસ્ટોરમાં ઉપલબ્ધ છે.

(12:35 pm IST)