Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017


૩૦૦ ત્રાસવાદીઓ ઘુસણખોરીની તૈયારીમાં

ભારતમાં અરાજકતા ફેલાવવા માટે કાશ્મીર સરહદે

શ્રીનગર તા. ૨૯ : સેનાને મળેલી ગુપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન સેંકડો ત્રાસવદીઓને કાશ્મીરમાં ઘુસાડવાની તૈયારી કરી રહ્યું છે.

આ મહિનાની ૨૬મી તારીખે યુદ્ઘવિરામના ૧૪ વર્ષ પૂરા થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રાસવાદીઓને ભારતની સીમામાં ઘૂસાડવા માટે પાકિસ્તાની સેના યુદ્ઘવિરામનો ભંગ કરીને કાશ્મીરની સરહદપારથી આડેધડ તોપમારો અને ગોળીબાર કરશે.

સેનાધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદપાર લોન્ચપેડ પર ૩૦૦થી વધુ ત્રાસવાદીઓ તકનો લાભ લઇને ભારતમાં ઘૂસવા માટે તૈયાર બેઠાં છે અને એમના પર જેમ બને એમ ભારતમાં ઘૂસવાનું દબાણ કરાઇ રહ્યું છે.

જોકે, સેનાધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાએ લીધેલા વિવિધ પગલાંને કારણે ઘૂસણખોરી રોકવામાં ખાસ્સી સફળતા મળી છે અને ઘૂસપેઠ કરનારની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે તથા આવતા વર્ષ સુધીમાં એ સાવ ઓછો થઇ જશે. સેના હવે વધુ સતર્ક છે.  સેનાની સતર્કતાએ ત્રાસવાદીઓ ઘૂસવામાં ફાવી નથી શકતા અથવા તો ઘૂસવાના પ્રયાસમાં ઠાર મરાઇ રહ્યા છે. ઘણી વખતે તેઓ એલઓસી નજીક આવીને ગોળીબાર કરીને સેનાની ઉપસ્થિતી જોઇને પાછા જતાં રહે છે.

 

(11:34 am IST)