Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ઇવાંકા ટ્રમ્પને વડાપ્રધાન મોદીએ ભેટમાં આપ્યુ ગુજરાતની શ્રેષ્ઠ કલા-સંસ્કૃતિનું વુડન બોકસ

વડાપ્રધાન મોદી જયારે પણ કોઇ વિદેશી મહેમાન કે નેતાને મળે છે તો તેમને ભારતીય સંસ્કૃતિ કે પરંપરા સાથે જોડાયેલી કોઇને કોઇ ગીફટ જરૂર આપે છે. ગઇકાલે તેમણે ઇવાંકા ટ્રમ્પને લાકડાની એક એવી ગીફટ આપી જે ગુજરાતની કલા-કારીગરીનો નમૂનો હતો. પીએમ મોદીએ ઇવાંકાને વુડન બોકસ ઉપહારમાં આપ્યુ. સ્કીલ્ડ ક્રાફટના નમુના તરીકે આપવામાં આવેલ આ વુડન બોકસ ગુજરાતની કાષ્ઠ કલાનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે અને જે સુરતની આજુબાજુ બને છે. આ પ્રકારની કલાકૃતિનો ઉપયોગ દરવાજાની ખુબસુરતી વધારવા, બારીઓને સજાવવા, ઘરના ફર્નીચરને આકર્ષક બનાવવા કે જવેલરી બોકસ અને ફોટો ફ્રેમ બનાવવા કરાઇ છે. આ પ્રકારનુ નકસી કામ બનાવવામાં ઘણો સમય પણ લાગતો હોય છે. મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખુબસુરત શૃંગાર બોકસ ભેટમાં આપ્યુ હતુ.

 

(11:33 am IST)