Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

હૈદરાબાદના નિઝામના ટેબલ ઉપર ઇવાંકા ટ્રમ્પે લીધુ ડિનરઃ અંબાણી, શાહરૂખ સહિત હસ્તીઓ હાજર રહી

વડાપ્રધાન મોદીએ યોજી ડિનર પાર્ટીઃ હૈદરાબાદી બીરયાની સહિત ભારતીય વેજ સ્પે. ડિસ પીરસવામાં આવીઃ હૈદરાબાદના નિઝામનું ડાઇનીંગ ટેબલ ઐતિહાસિક છેઃ ૧૦૧ લોકો સાથે બેસી શકે છે

હૈદરાબાદ તા.ર૯ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાંકા ટ્રમ્પના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાત્રે ભવ્ય રાત્રિ ભોજનનું આયોજન કર્યુ હતુ. ગઇકાલે ઇવાંકા ટ્રમ્પે મોદી સાથે હૈદરાબાદના ઐતિહાસિક ફલકનુમા પેલેસમાં ભારતીય પકવાનનો સ્વાદ લીધો હતો. મહેમાનોને તમામ ભારતીય વેજ સ્પે. ડિસ પીરસવામાં આવી હતી.

નિઝામના જમાનાના મેજ માટે જાણીતા આ પેલેસને હવે હોટલમાં તબદીલ કરવામાં આવેલ છે. પેલેસની ખાસીયત એ છે કે તેના મેજ પર એક સાથે ૧૦૧ મહેમાનો ભોજન લઇ શકે છે. આ વિશ્વનું સૌથી મોટુ ડાઇનીંગ ટેબલ છે.

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે પણ રાત્રી ભોજનમાં હિસ્સો લીધો હતો. પેલેસની લોનમાં ૧પ૦૦ પ્રતિનિધિઓ માટે અલગથી ડિનર પાર્ટી યોજાઇ હતી. આ પ્રસંગે શાહી ડિનર લીધુ હતુ. આ ડિનરમાં પીએમ મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, ચંદ્રબાબુ નાયડુ, મુકેશ અંબાણી, શાહરૂખ ખાન સહિત ૧૦૦ જેટલી હસ્તીઓએ શાહી ડિનરનો લાભ લીધો હતો. એક વખતે હૈદરાબાદના નિઝામ જે ટેબલ ઉપર ભોજન લેતા હતા એ ટેબલ ઇવાંકા ટ્રમ્પે ભોજન લીધુ હતુ.

૧૦૧ મહેમાનોના આ ટેબલ પર હૈદરાબાદી બીરયાની, સીતાફળ ગુલ્ફી, દહીનુ કબાબ, મલાઇ કોપતા સહિતના વ્યંજનો પીરસવામાં આવ્યા હતા.

(11:20 am IST)