Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

‘‘યાદે'': યુ.એસ.માં હરિકેન રીલીફફંડ ભેગુ કરવા AAPI દ્વારા યોજાઇ ગયેલો મેલોડીઝ પ્રોગ્રામઃ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં વસતા ભારતીય મૂળના ફીઝીશીયન્‍શને પેશન્‍ટ કેર, ટીચીંગ, સંશોધન, વ્‍યવસાય, તથા કોમ્‍યુનીટી ક્ષેત્રે મદદરૂપ થતી નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીયન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન'' (AAPI)ના ઉપક્રમે તાજેતરમાં ૧૭ નવેં. ૨૦૧૭ના રોજ હરિકેન રીલીફ ફંડ માટે યાદે પ્રોગ્રામ યોજાઇ ગયો.

રોયલ આલ્‍બર્ટ પેલેસ, ન્‍યુજર્સી મુકામે યોજાયેલા આ ચેરીટી પ્રોગ્રામમાં મેલોડીઝએ ધૂમ મચાવી હતી. આ ચેરીટી પ્રોગ્રામના સપોર્ટર તરીકે TVAsiaએ સેવાઓ આપી હતી.

પ્રોગ્રામની હાઇલાઇટસ TVAsia ચેનલ ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપમાં જોવા મળી શકશે. તેવું શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્‍ય સાથે TVAsia ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

 

(9:28 pm IST)