Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

‘‘PATIDAR. ORG'': યુ.એસ.માં એડીસન ન્‍યુજર્સી મુકામે ૩૦ નવેં.૨૦૧૭ના રોજ થનારૂ લોંન્‍ચીંગઃ પ્રાદેશિક, રાષ્‍ટ્રિય, તથા આંતર રાષ્‍ટ્રિય સ્‍તરે પાટીદાર સમાજનું સંગઠન કરી પ્રતિનિધિત્‍વ કરવાનો હેતુઃ પાટીદાર સમાજની અસ્‍મિતા, આત્‍મ ગૌરવ, અખંડિતતામાં જોડાવા પાટીદાર ફાઉન્‍ડેશનનું આહવાન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ૩૦ નવેં.૨૦૧૭ ગુરૂવારના રોજ રોયલ આલ્‍બર્ટ પેલેસ ૧૦૫૦, કિંગ જયોર્જીસ પોસ્‍ટ રોડ, એડિસન, ન્‍યુજર્સી મુકામે સાંજે ૭ થી રાત્રિના ૯ વાગ્‍યા દરમિયાન PATIDAR.ORG નું લોંચીંગ કરાશે. જે પ્રસંગે સહુને હાજરી આપવા પાટીદાર ફાઉન્‍ડેશનએ આમંત્રણ પાઠવ્‍યું છે.

પાટીદાર ઓર્ગ.ના લોચીંગનો હેતુ સમાજને લગતા પ્રશ્નો અસરકારક રીતે રજુ કરવા સફળ માધ્‍યમ બની રહેવાનો ઉપરાંત સમાજને સંગઠીત કરી વિકાસ સાધવાનો, તેમજ સંસ્‍કાર સિંચન, શિક્ષણ અને વાણિજય પ્રવૃતિનો સમન્‍વય સાધવો, સમાજના વિવિધ જુથોનું એકસુત્રીકરણ કરવાનો તથા પ્રાદેશિક, રાષ્‍ટ્રિય અને આંતર રાષ્‍ટ્રિય સ્‍તરે પાટીદાર સમાજનું સંગઠન કરી પ્રતિનિધિત્‍વ કરવાનો છે.

પાટીદાર ઓર્ગ.ના સપોર્ટર્સ તરીકે શ્રી મૌલેશ પટેલ, ડો.શ્રી રાજ ભાયાણી, ડો.ભરત બારાઇ, શ્રી વીરૂ પટેલ (કાઉન્‍સીલ મેન),શ્રી મિનેશ પટેલ (GSNY પ્રેસિડન્‍ટ) પદમશ્રી શ્રી એચ.આર.શાહ (TVAsia) શ્રી પિયુષ પટેલ, શ્રી પંકજ પટેલ (estend MGT.) ડો.જયેશ પટેલ, શ્રી ચંદ્રકાંત પટેલ (CHANGA) ડો. વિઠલ ધડુક, શ્રી અરવિંદ પટેલ (રાજભોગ) શ્રી મુકેશ કાશીવાલા, શ્રી જે.એસ.પટેલ (અમદાવાદ) તથા શ્રી પોપટભાઇ પટેલનો સમાવેશ થાય છે.

લોંચીંગ પ્રોગ્રામ બાદ ડીનરનું આયોજન કરાયું છે.

રજીસ્‍ટ્રેશન માટે ઇમેલ info@patidar.org અથાવ ૬૧૬-૬૪૨-૧૮૮૭ દ્વારા સંપર્ક સાધવા તેમજ વિશેષ માહિતિ માટે શ્રી મૌલેશ પટેલનો પણ કોન્‍ટેક નં.૩૪૭-૪૦૪-૧૪૧૪ દ્વારા સંપર્ક સાધી શકાય છે. તેવું કાઉન્‍સીલમેન શ્રી વીરૂપટેલએ તમામ કોમ્‍યુનીટી અગ્રણીઓને આમંત્રણ પાઠવતા જણાવ્‍યું હોવાનું NVPSOFUSAની યાદીમાં જણાવાયું છે.

 

(10:32 am IST)