Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ટેરર ફંડિગ કેસમાં NIAના નવ સ્થળે દરોડાથી ચકચાર

જમ્મુ-કાશ્મીર-દિલ્હીમાંની એનજીઓ નિશાન પર : દિલ્હી સ્થિત લઘુમતિ પંચના પૂર્વ પ્રમુખ જફરુલ ઈસ્લામ ખાનની સંપત્તિ ઉપર એનઆઈએ દ્વારા કાર્યવાહી કરાશેે

શ્રીનગર, તા. ૨૯ : એઆઈએએ ગુરુવારે જેટલી બિન સરકારી સંસ્થાઓ (એનજીઓ)ના જમ્મુ-કાશ્મીર અને દિલ્હી સ્થિત જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. કથિત ટેરર ફંડિગના કેસમાં એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં દિલ્હી સ્થિત લઘુમિત પંચના પૂર્વ પ્રમુખ જફરુલ ઈસ્લામ ખાનની સંપત્તિનો પણ સમાવેશ થાય છે. જે એનજીઓ પર એનઆઈએએ દરોડા પાડ્યા છે તેમાં ફલહ--આમ ટ્રસ્ટ, ચેરિટી એલાયન્સ, હ્યુમન વેલફેર ફાઉન્ડેશન જે કે યતીમ ફાઉન્ડેશન, સાલ્વેશન મૂવમેન્ટ અને જેએન્ડકે વોઈસ ઓફ વિક્ટિમ્સનો સમાવેશ થાય છે.

ચેરિટી એલાયન્સ અને હ્યુમન વેલફેર ફાઉન્ડેશન દિલ્હીમાં છે જ્યારે બાકીની એજીઓ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આવેલી છે. જફરૂલ ઈસ્લામ ખાન ચેરિટી એલાયન્સના અધ્યક્ષ છે અને મિલી ગેઝેટ અખબારના સંસ્થાપક તેમજ તંત્રી છે. કેટલીક એનજીઓ અને ટ્રસ્ટ્સ દ્વારા દેશ તેમજ વિદેશમાંથી કથિત રીતે ધર્માદા પેટે દાન સ્વીકારીને તેનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ પાછળ કરતો હોવાની આધારભૂત માહિતી મળ્યા બાદ ઓક્ટોબરના આઈપીસી તેમજ યુએપીએની કેટલીક કલમો સાથે કેસ દાખલ કરાયો હતો.

(8:51 pm IST)