Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પક્ષીઓને કયાં નડે છે સરહદો !!

જેસલમેરમાં પહેલી વાર જોવા મળ્યું દુર્લભ પ્રજાતિનું પક્ષી લેપવિંગ

જેસલેમર,તા.૨૯: પક્ષીઓ માટે ન તો કોઇ સરહદ છે ન તેમના ઉડ્ડયનની કોઇ સીમા. મોસમ અનુસાર તે પોતાનું ઘર, રસ્તો બન્ને બદલી નાખે છે. પણ તે જ્યાં પણ જાય ત્યાંના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચીં લે છે. પક્ષી જો સુંદર હોય તો તે લોકોને ખુશ કરે છે.

જેસલમેર જીલ્લાની ખુબસુરત વાદીઓમાં દુર્લભ પ્રવાસી પક્ષીઓ જોવા મળી રહ્યા છે. તેમાં ઘણા એવા પક્ષીઓ છે જેની તસ્વીરો પહેલીવાર કેમેરામાં કેદ થઇ છે. વન્યપ્રેમીઓ આને જીલ્લામાં હજારો કિલોમીટર દુરની પ્રવાસી પક્ષીએ આવવાનો સિલસિલો સતત ચાલુ છે. ડેઝર્ટ નેશનલ પાર્કના ઘાસના મેદાનમાં લેપવીંગની ગંભીર રીતે લુપ્ત પ્રાય પ્રજાતિને જોવામાં આવી છે. સ્થાનિક પક્ષી ગાઇડ મૂસા ખાને આ દુર્લભ પક્ષીને પહેલીવાર જોયું હતું. આ પક્ષી બહુ ઝડપથી પોતાની સંખ્યામાં ઘટાડા અને રહેવાના સ્થળોને નુકશાન ભોગવવામાં કારણે લુપ્ત પ્રાય માનવામાં આવે છે.

(2:48 pm IST)