Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાજસ્થાનમાં ઢોંગી બાબાએ ચાર મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો

દેવતા ખુશ થશે તો ભેટની રકમ બેગણી થઇ જશેની લાલચ આપી

બુંદી,તા. ૨૯: રાજસ્થાનના બુંદીમાં એક ઢોંગી બાબાએ દેવતાઓને ખુશ કરવાના નામે ચાર મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. ઢોંગી બાબાએ મહિલાઓનાં શારીરિક શોષણનો અશ્લીલ વિડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તમમને બદનામ કરીને પોતાના અન્ય સાગરિતો પાસે શારીરિક શોષણ કરાવતો હોવાનું ઉજાગર થયુ છે. એથી પીડિત મહિલાઓએ વિસેધ કર્યો તો આરોપી ઢોંગી બાબા અને તેના સાગરિતોએ મહિલાઓનો અશ્લિલ વિડિયોસોશિયલ મિડિયા પર વાયરલ કરી દીધા હતા. ઢોંગી બાબા અને તેના સાગરિતોનો ભોગ બનનાર મહિલાઓએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે ઢોંગી બાબા સાથે તેમની મુલાકાત ૧૦ માસ પૂર્વે મજૂરી કામ કરવા ગયા ત્યારે થઈ હતી. આ સમયે કહેવાતા બાબાએ પોતાના શરીરમાં દેવતા આવતા હોવાનો દાવો કર્યો હતો.

ત્યારબાદ દેવતાઓને ખુશ કરવાના બહાને રાત્રિના સમયે વિધિના બહાને તેમનાં પૈકી એક મહિલાને બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ દેવતા ખુશ થઈ જશે તો મહિલાએ ભેટમાં આપેલી રકમ બેગણી થઈ જવાની અને સંતાનવિહિન મહિલાને પુત્ર અવતરવાની લાલચ આપી હતી. બાબાની વાતમાં ભોળવાયેલી ગયેલી રેપ પીડિતાએ પોતાની નાની બહેન, તેની નિઃસંતાન ૨૨ વર્ષીય પુત્રી અને પોતાની સંબંધી એક મહિલાને રકમ બેગણી કરવા માટે વારાફરતી ઢોંગી બાબાને ત્યાં રાત્રિના સમયે ભેટ સાથે મોકલી હતી. તેમનું પણ ઢોંગી બાબાએ શારીરિક શોષણ કર્યું હતુ.

(12:42 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • કેરાળાના પૂર્વ મુખ્ય સચિવની ઈડીએ ધરપકડ કરી: કેરાળાના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પૂર્વ મુખ્ય સચિવ અને સસ્પેન્ડ કરાયેલા આઈએએસ ઓફિસર એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી છે. access_time 11:38 am IST

  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST