Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ભારતીય અર્થતંત્ર તેજ ગતિમાં: માંગ વધતા સ્થિતિ સુધરી

તહેવારના સમયે સારા સમાચાર! નિકાસના મામલે રાહત, વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારણા

નવી દિલ્હી, તા.૨૯: લોકડાઉન ખત્મ થવા અને માંગ વધવાથી અર્થવ્યવસ્થામાં તેજીથી સુધારો જોવા મળી રહ્યો છે. બ્લુમબર્ગના રીપોર્ટ મુજબ સપ્ટેમ્બર મહીનામાં ભારતીય અર્થવ્યવસ્થાએ એકવાર ફરી વિકાસનો રફતાર પકડી છે. એવામાં ચાલી રહેલી તહેવારી સીઝનમાં વધુ સુધારાના એંધાણ છે. કારણ કે આ દરમ્યાન માંગ અને વપરાશ તેજીથી વધશે.

રીપોર્ટના જણાવ્યા મુજબ અર્થવ્યવસ્થાના આઠ પ્રમુખ સંકેતકોમાંથી પાંચમાં તેજીથી સુધારો થયો છે. જો કે, ત્રણમાં હજુ સુધારા થવાનો બાકી છે. આરબીઆઇ અને નાણામંત્રાલયે પણ કહ્યું છે કે કોરોના સંકટથી ઉભરીને એક વાર ફરી ભારતીય અર્થવ્યવસ્થામાં તેજીથી સુધારો કરવામાં આવી રહ્યો છે. જો કે તેમ છતા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાની વૃધ્ધિ દર નકારાત્મક રહેવાીન આશંકા વ્યકત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના લીધે પ્રથમ તિમાહીમાં ભારતીય જીડીપી ૨૪ ટકા સુધી ઘટાડો હતો.

રીપોર્ટના જણાવ્યા મુજબ ભારતની સેવા ક્ષેત્રમાં સતત સુધારો થઇ રહ્યો છે. સેવા ક્ષેત્રનો સુચકાંક સપ્ટેમ્બરમાં વધીને ૪૯.૮ પર પહોંચી ગયો છે. ઓગષ્ટમાં તે ૪૧.૮ અને જુલાઇમાં ૩૪.૨ પર હતા. બીજી બાજુ એપ્રિલમાં તે ઘટીને ૫.૪ પર પહોંચી ગયો હતો. આ સુચકાંક આ યાદીનો સંકેત છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં સતત સુધારો થઇ રહ્યો છે.

મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં જબરદસ્ત વધારો તેજીથી નોંધાયો છે. પીએમઆઇ સુચકાંક સપ્ટેમ્બરમાં ઉછળીને ૫૬.૮ પર પહોંચી ગયો. જે ૨૦૨૧ બાદ સોથી વધુ છે. મેન્યુફેકચરિંગ સેકટર પાંચ મહીના સતત સંકુચન બાદ તે ઉછાળો છે.

લાંબા સમય બાદ સપ્ટેમ્બર મહીનામાં નિકાસના મોર્ચા પર પણ રાહત મળી છે. સપ્ટેમ્બરમાં નિકાસ એક વર્ષ પહેલાની સરખામણીએ છ ટકા વધ્યું. દવા, ડ્રગસ અને ફાર્માસ્યૂટિકસલ, રસાયણ વગેરેના નિકાસ વધવાથી તે સુધારો થયો છે.

(12:39 pm IST)
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • કેરાળાના પૂર્વ મુખ્ય સચિવની ઈડીએ ધરપકડ કરી: કેરાળાના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પૂર્વ મુખ્ય સચિવ અને સસ્પેન્ડ કરાયેલા આઈએએસ ઓફિસર એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી છે. access_time 11:38 am IST

  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST