Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ભારતીય કેદીઓની સજા પુરી થઇ ગયા પછી પણ શા માટે છોડતા નથી ? : પાકિસ્તાન હાઇકોર્ટનો ઇમરાન સરકારને સવાલ

ઇસ્લામાબાદ : સજાની મુદત પુરી  થઇ ગયા પછી પણ જેલમાં સબડી રહેલા ભારતીય કેદીઓને મુક્ત કરી દેવા  માટે પાકિસ્તાન હોઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.જે અંતર્ગત નામદાર હાઇકોર્ટ ન્યાયધીશે આ કેદીઓને હજુ સુધી ન છોડવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.તથા સરકારને મુદત પુરી થઇ ગયા પછી પણ રોકી પડેલા ભારતીય કેદીઓને મુક્ત કરી દેવા આદેશ કર્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)
  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST