Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કોરોનાને કારણે ગોવાના પર્યટન ઉદ્યોગને રૂ.૧૦૦૦ કરોડનો ફટકો

મુંબઈ, તા.૨૯: કોરોનાને કારણે ગોવાના પર્યટન ઉદ્યોગને વર્તમાન વર્ષની આવકમાં રૂપિયા ૧૦૦૦ કરોડનો ફટકો પડયો હોવાનો ગોવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા દાવો કરાયો છે. આવકમાં પડેલી દ્યટને ધ્યાનમાં રાખી માઈનિંગ કામકાજ ફરી શરૂ કરવા અને રોજગારના વધુ માર્ગો ખોલવા ચેમ્બરે રાજય સરકારને વિનંતી કરી છે.

ગોવાનો પર્યટન ઉદ્યોગ રાજયની આવકનો બીજો મોટો સ્રેત છે. લોકડાઉનને કારણે આ ઉદ્યોગને રૂપિયા ૧૦૦૦ કરોડની ખોટ ગઈ છે એમ ચેમ્બર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું.

માઈનિંગ પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ શકે માટે રાજય સરકારે વડા પ્રધાન સાથે ચર્ચા કરી હાથ ધરેલા પ્રયાસોને ચેમ્બરે આવકાર્યા છે. માઈનિંગ પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે તો રાજયને રોયલ્ટી તથા ટેકસ મારફત નોંધપાત્ર આવક થશે એટલું જ નહીં ગોવાના નાગરિકોને રોજગારની વધુ તકો પણ ઊભી થશે.

માઈનિંગ લીઝમાં ગેરરીતિઓ પકડાયા બાદ કોર્ટના આદેશને પગલે ૨૦૧૮થી માઈનિંગ પર પ્રતિબંધ મુકાયો છે.

(10:25 am IST)