Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર ઉન્‍નાવ બળાત્કાર કેસમાં સામેલ કુલદીપસિંહ સેંગરને ભાઇની અંતિમયાત્રામાં હાજરી આપવા માટે ૨ કલાક માટે પેરોલ અપાયા :અંતિમયાત્રામાં હાજરી આપશે

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના હાંકી કાઢેલા ધારાસભ્ય કુલદીપ સેંગર અને તેમના ભાઇ અતુલ સેંગરને તેમના નાના ભાઈ મનોજ સેંગરના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા 2 કલાક માટે પેરોલ મળ્યું છે,  ગઈકાલે  દિલ્હીમાં કુલદીપ સેંગર નું અવસાન થયું હતું. સોમવારે કુલદીપ સેંગરને દિલ્હીથી અને અતુલ સેંગરને તેના ભાઈના અંતિમ સંસ્કાર માટે લખનૌ જેલથી ઉન્નાવ લાવવામાં આવશે. પારિવારિક સૂત્રો કહે છે કે અંતિમ સંસ્કાર બપોરે કરવામાં આવશે. મનોજ સેંગર, કુલદીપ સેંગરના કેસ બાબતે દિલ્હીમાં રોકાઈ રહ્યો હતો. રાયબરેલીમાં 28 જુલાઈના દુર્ઘટના કેસમાં પણ તે આરોપી હતો.

આ દુર્ઘટનામાં, કુલદીપ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિત માંડ માંડ બચી હતી. જયારે તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે પીડિતાની બે મહિલા સંબંધીઓ માર્યા ગયા હતા. મનોજ સેંગર રાવણનો ભક્ત હતો અને જય લંકેશકહીને બધાને મળતો હતો. તેણે રાવણનું લોકેટ પણ પહેર્યું હતું.

ગયા વર્ષે બંને ભાઈઓ જેલમાં ગયા હોવાથી તે પરિવારની સંભાળ પણ રાખતો હતો.  કુલદીપ સેંગર બળાત્કારના કેસમાં જેલમાં હતો, જ્યારે અતુલ સેંગરને બળાત્કાર પીડિતાના પિતાને કસ્ટડીમાં રાખવાના આરોપસર જેલમાં મોકલવામાં આવ્યો હતો. દરમિયાન, ઉન્નાવ અને માખી ગામે ભારે સેના તૈનાત કરવામાં આવી છે, જે સેંગર પરિવારના પૂર્વજોનું ઘર છે. આજના દિવસે અંતિમ સંસ્કારમાં નજીકના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની સંભાવના છે.

(12:15 pm IST)