Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સાંજે શ્રીનગરમાં BSFની ગાડી પર આતંકવાદી હૂમલો: 5 જવાન ઘાયલ: ત્રણ શંકમદ ઝડપાયા

પંથા ચોક વિસ્તારમાં આતંકીઓએ કર્યો હુમલો :સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન

 

શ્રીનગર :મોડી સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના પંથા ચોક ખાતે BSFની ગાડી પર હૂમલો કર્યો હતો જેમાં 5 જવાનો ઘાયલ થયા છે ઘટના બાદ તમામ સુરક્ષાદળો એલર્ટ પર છે.

  હૂમલા મુદ્દે સીઆરપીએફના આઇજી રવિ દીપ સિંહ સાહીએ કહ્યું કે, પરિસ્થિતી કાબુમાં છે. સાંજે આશરે 6 વાગ્યે હેડ ક્વાર્ટર પાસે ડ્યુટી પરથી પરત ફરી રહેલી બે ગાડીઓ પર પહેલાથી તૈયારીમાં બેઠેલા આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં 4-5 જવાનોને ગોળીઓ વાગી છે. હૂમલાની ઘટના બાદ સમગ્ર એરિયામાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે

  શ્રીનગરના બહારના વિસ્તારમાં ઘર્ષણ બાદ ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, વિસ્તારમાં આતંકવાદીઓની આવન જાવન પર શ્રીનગર- બારામુલા રાજમાર્ગના નરબલ વિસ્તારમાં સુરક્ષા દળોએ તપાસ માટે ચોકી બનાવી હતી

 

(12:25 am IST)