Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

હૈદરાબાદમાં ભાજપ યુવા સંમેલનમાં ગુજરાત અને યુપીના કાર્યકરો વચ્ચે બોલાચાલી

આગળ બેસવા બાબતે વડોદરા અને યુપીના કાર્યકરો વચ્ચે બાખડ્યા :સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

હૈદરાબાદમાં યોજાયેલા ભાજપ યુવા મોરચાના સંમેલનમાં ગયેલા ગુજરાત ભાજપના યુવા કાર્યકરો અને ઉત્તર પ્રદેશના ભાજપના યુવા કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ હતી ચાલુ સંમેલને આગળ બેસવાની બાબતે બંને પ્રદેશના ભાજપના કાર્યકરો બાખડી પડ્યા હતા.

    આશરે પાંચેક મિનિટ સુધી વડોદરા અને યુપીના ભાજપના કાર્યકરો બાખડ્યા હતા. જોકે બાદમાં સમજાવટથી મામલો થાળે પડ્યો હતો ગત 26 થી 28 ઓક્ટોબર દરમ્યાન યુવા ભાજપના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં દેશભરમાંથી યુવા ભાજપના 50 હજારથી વધુ કાર્યકરો ઉમટી પડ્યા હતા.

 

(8:29 pm IST)