Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

''ખતરનાક ઝીકા વાયરસ'': રાજસ્થાન પછી હવે ગુજરાતમાં પણ પગપેસારોઃ મચ્છરોના ઉપદ્વથી થતા ડેન્ગ્યુ તથા ચિકન ગુનિયા જેવા ગંભીર રોગો બાદ હવે ઝીકા વાયરસનો ભરડોઃ જંતુનાશક દવા, ફોગીંગ, સ્વચ્છતા, સહિતના પગલાઓ સમયસર નહીં લેવાય તો સમગ્ર દેશમાં ફેલાવાનો ખતરો

રાજસ્થાનના ૧૫૦ જેટલા લોકો ઝીકા વાયરસનો ભોગ બન્યા  બાદ હવે આ વાયરસએ ગુજરાતમાં પણ પેગપેસારો કર્યો છે. જે અમદાવાદની એક મહિલાને જોવા મળ્યો છે.

અલબત્ત,આ અગાઉ પણ ગયા વર્ષે ૨૦૧૭ની સાલમાં અમદાવાદની હોસ્પિટલમાં ૩ દર્દીઓના ઝીકા વાયરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેના પરિણામે આરોગ્ય વિભાગે ગુજરાતની તમામ હોસ્પિટલો તથા ડોકટરોને ચેતવ્યા હતા. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ આ વાયરસનો ભોગ બનતી જોવા મળે ત્યારે તેના ગર્ભમાં રહેલા બાળક ઉપર પણ તેની અસર થાય છે.

એક અભ્યાસ મુજબ માત્ર રાજસ્થાન કે ગુજરાતમાં જ નહી સમગ્ર દેશમાં ઝીકા વાયરસ ફેલાઇ શકે તેવા સંજોગો છે. ખાસ કરીને મચ્છર કરડવાથી થતા ડેંગ્યુ કે ચિકન ગુનિયા થતા અટકાવવા માટે વપરાતા કેમિકલ અને દવાઓનો લાભ અંતરિયામ વિસ્તારોમાં ઓછો પહોંચે છે

વધતી જતી માનવ વસતિ, અને વાતાવરણમાં થઇ રહેલા ફેરફારો, સ્વચ્છતાનો અભાવ, સહિતની બાબતો મચ્છરો માટે ઘર સમાન છે. જે જુદા જુદા રોગોને નોતરે છે. તેમજ લોકોમાં આ માટેની જાગૃતિનો અભાવ પણ જોવા મળે છે. તેથી , જાહેર સ્થળો, શૈક્ષણિક સંકુલો, સહિતની જગ્યાઓ ઉપર મચ્છરોના લાવાના નાશ માટે દવાઓનો છંટકાવ જરૂરી છે.

ઝીકા વાયરસનો ભોગ બનતા લોકો ભાગ્યે જ જોવા મળતા તેવા GBS રોગનો ભોગ બની શકે છે. તેથી મચ્છરોના ઉપદ્વથી થતા તમામ રોગો સામે સાવચેત રહેવું જરૂરી છે. આ અગાઉના દસકામાં પણ દેશમાં મચ્છરોના ઉપદ્વના કારણે ડેંગ્યુ ચિકન ગુનિયા જેવા રોગચાળાનો ભરડો જોવા મળ્યો હતો. તેમ છતાં હજુ પણ દેશને મચ્છર મુકત કરવામાં આપણે સફળ થયા નથી.

કમનસીબે ઝીકા વાયરસ મટાડવા માટેની કોઇ પણ રસી હજુ સુધી શોધાઇ શકી નથી. એટલું જ નહિ તેનું ચોક્કસ કારણ પણ જાણવા મળી શકતું નથી. તેમ છતાં મચ્છરોના ઉપદ્વને નાથવામાં આવે તો દેશના નાગરિકો ઘણા બધા ગંભીર રોગોના ભરડામાંથી મુકત બની શકે. જે માટે સરકારી પગલા તથા પ્રજાની સ્વયંભૂ જાગૃતિ મદદરૂપ થઇ શકે.

(ધ કિવન્ટમાંથી સાભાર)  

 

(8:12 pm IST)