Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

૧૬.૨૮ અબજની કિંમતના શેર બાયબેક કરવાની તૈયારી

ભારત હેવી ઇલેક્ટ્રીકલ્સ દ્વારા જાહેરાત કરાઈ :૧૮૯.૩ મિલિયન ઇક્વિટી શેર બાયબેક કરવાની તૈયારી કોર્પોરેટ જગતમાં બાયબેક ઓફરને લઇને ચર્ચા છેડાઈ

મુંબઈ, તા. ૨૯ : ભારત હેવી ઇલેક્ટ્રીકલ્સ દ્વારા ૧૬.૨૮ અબજ રૂપિયાની કિંમતના શેરની બાયબેકની જાહેરાત કર્યા બાદથી કારોબારીઓમાં આને લઇને ચર્ચા જોવા મળી રહી છે. બાયબેકની કિંમત મુંબઇ સ્ટોક એક્સચેંજમાં ૬૭ રૂપિયાની વર્તમાન માર્કેટ કિંમતની સામે ૨૮ ટકા પ્રિમિયમ આધારે રહી છે. ભેલ દ્વારા ૮૬ રૂપિયાની કિંમતે પ્રતિ ઇક્વિટી શેરની દ્રષ્ટિએ ૧૮૯.૩ મિલિયન ઇક્વિટી શેર બાયબેક કરવાની જાહેરાત કર્યા બાદથી આની ચર્ચા જોવા મળી રહી છે. ૧૬.૨૮ અબજ રૂપિયાની કિંમતના આ શેર ખરીદવામાં આવનાર છે. બાયબેક કિંમતને લઇને પહેલા ચર્ચા જોવા મળી રહી હતી. જાણકાર લોકો માની રહ્યા છે કે, મૂડીરોકાણકારોએ બાયબેકની ઓફર માટે નોંધણી કરાવી જોઇએ. કારણ કે, કારોબારના લાંબાગાળાના આયોજનમાં રાહત રહી શકે છે. વર્તમાન માર્કેટ કિંમતની સામે બાયબેકની ઓફર ખુબ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત કેપિટલને લઇને પણ ચર્ચા જોવા મળી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના સપ્ટેમ્બર ત્રિમાસિકના ગાળા માટે ભેલના નેટ નફામાં ઉછાળો જોવા મળ્યો છે.

કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકોમાં હાલમાં બાયબેકને લઇને ચર્ચા જોવા મળી રહી છે. આગામી કેલેન્ડર વર્ષમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે તે પહેલા નવા ઓર્ડર પણ જારી થઇ શકે છે. નિષ્ણાતો એમ પણ માની રહ્યા છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯ના પ્રથમ છ મહિનાના ગાળામાં ઓર્ડર બુકિંગમાં વાર્ષિક આધાર પર ૧૫૯ ટકાનો વધારો નોંધાયો છે.

(7:50 pm IST)