Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

CRRમાં એક ટકા સુધી ઘટાડો થવાના સાફ સંકેત

એફપીઆઈ પ્રવાહ ઘટશે તો ઘટાડો

નવી દિલ્હી, તા. ૨૯ : બેંક ઓફ અમેરિકા મેરિલલિંચે આજે કહ્યું હતું કે, આરબીઆઈ દ્વારા સીઆરઆરમાં એક ટકા સુધીનો ઘટાડો ડિસેમ્બર સુધીમા ંકરવામાં આવી શકે છે. જો વિદેશી મૂડીરોકાણકારો વેચવાલીના મૂડમાં રહેશે તો સીઆરઆરમાં ઘટાડો કરવામા ંઆવશે.

એફપીઆઈ પોર્ટફોલિયોમાં જો નવા પ્રાણ ફૂંકાશે નહીં તો સીઆરઆરમાં ડિસેમ્બરમાં એક ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. મેરિલલિંચનું કહેવું છે કે, અમે એમ માની રહ્યા છીએ કે, સીઆરઆરમાં એક ટકાનો ઘટાડો કરવામાં આવશે. સીપીઆઈ ફુગાવો જ્યાં સુધી ૪ ટકાથીનીચે રહી શકે છે. સીઆરઆર હાલમાં છેલ્લા ઘણા સમયથી ચાર ટકા છે. ડિસેમ્બર સુધી સિસ્ટમમાં ડેફિસિટનો આંકડો એક લાખ કરોડ સુધી પહોંચી શકે છે. જો આરબીઆઈ સરકારી બોન્ડના બાયબેક મારફતે નાણાં ઠાલવશે તો આ પ્રક્રિયા જારી રહેશે. આરબીઆઈ દ્વારા ડિસેમ્બર અને માર્ચ વચ્ચના ગાળામાં ખુબ સાવચેતીપુર્વકનું વલણ અપનાવવું પડશે. આરબીઆઈએ ફુગાવા ઉપર નજર રાખીને હાલમાં પગલાઓ લીધા છે.

(7:49 pm IST)