Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

પાકિસ્તાનના પંજાબમાં 15 વર્ષીય શીખ યુવતી ઉપર દુષ્કર્મનો પ્રયાસ : એમ્બ્યુલન્સના 2 કર્મચારી સસ્પેન્ડ

ઇસ્લામાબાદ :પાકિસ્તાનના પંજાબમાં વસતા શીખ પરિવારની 15 વર્ષની માનસિક વિકલાંગ એવી દીકરી ઉપર 2 નરાધમોએ બળાત્કાર કરવાની કોશિશ કરતા ધરપકડ થઇ છે.પ્રાપ્ત વિગત મુજબ તે શનિવારે નનકાન શહેરના ગુરુદ્વારા પાસેથી ગુમ થઈહતી. તેને શોધવા નીકળેલા પરિવારે એક એમ્બ્યુલન્સમાંખી દીકરીની ચીસો અને રડવાનો અવાજ સાંભળીને તેને બચાવી લીધી હતી. પોલીસે એમ્બ્યુલન્સ કર્મચારીના બે લોકોની ધરપકડ કરી લીધી છે.

  પીડિતાના પિતાએ જણાવ્યું કે, દીકરી ઘેર પરત આવી હોવાથી અમે પોલીસને ફરિયાદ કરી અને જાતે પણ શોધવાનું શરૂ કર્યું. દરમિયાન શહેરના બાયપાસ પર પંજાબ ઈમરજન્સી સર્વિસ રેસ્ક્યૂ 1122ની એક એમ્બ્યુલન્સ ઉભી હતી. અંદરથી છોકરીની ચીસો સંભળાતી હતી. અમે દોડીને ત્યાં પહોંચ્યા તો તેઓ દીકરી સાથે દુષ્કર્મ કરી રહ્યા હતા. ત્યારપછી આરોપી ત્યાંથી ભાગી ગયા અને અંદાજે 2 કિમી દૂર તેમણે છોકરીને એમ્બ્યુલન્સની બહાર ફેંકી દીધી હતી.

  પોલીસ  ઓફિસર નદીમ અહમદે જણાવ્યું કે, છોકરીના પરિવારજનોએ આપેલા નિવેદનના આધારે એમ્બ્યુલન્સ સર્વિસના બે કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારપછી પોલીસની ટીમે દરોડા પાડીને આરોપી અહસાન અલી અને સમીર હૈદરની ધરપકડ કરી લીધી હતી. રેસ્ક્યુ 1122ના પ્રવક્તા મોહમ્મદ ફારુકે કહ્યું કે, કેસમાં આરોપી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત તપાસ માટ  એક કમિટી પણ બનાવવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:59 pm IST)