Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

મંત્રના જાપથી વ્‍યક્તિને મળે છે બિમારીથી મુક્તિઃ નિરોગી જીવન જીવવાની શરૂઆત કરી શકે છે

માનવ શરીરને બીમારીઓનું ઘર કહેવામાં આવે છે. કોઈ પણ કારણોસર શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ધટાડો થાય છે ત્યારે શરીર રોગના ભરડામાં આવી જાય છે. ભાગદોડથી ભરેલા જીવનમાં બીમારથી મોટો ખલેલ પહોંચે છે અને કામમાં પણ વિલંબ થાય છે. ક્યારેક હવામાનથી કે કોઈની ખોટી નજરથી વ્યક્તિ બીમાર પડી શકે છે.

 

દવા પણ ક્યારેક અસર થાય

 

ઘણી વખત અમુક બીમારીઓમાં વ્યક્તિને દવા ઝડપથી અસર કરતી નથી. પછી હોમિયોપેથીની દવા હોય કે આયુર્વેદની દવા હોય. બીમારી સામે તે કામ આવતી નથી. થેરાપીઓમાં પણ ક્યારેક કામમાં નથી આવતી. એવામાં મંત્રથી ફાયદો થઈ શકે છે અને રામબાણ પણ નીવડી શકે એમ છે.

મંત્ર કયો છે

જ્યારે વ્યક્તિ બીમારીઓથી કંટાળી જાય છે અને હાલાત કાબુ બાહર જતા રહે છે ત્યારે વ્યક્તિ ઈશ્વરના શરણે આવે છે. માનસિક શાંતિ અને બીમારીથી મુક્તિ માટે ઈશ્વરને ભજે છે. જ્યાંથી યોગ્ય માર્ગ મળી રહે છે. ઈશ્વર પણ પોતાના ભક્તોને નિરાશ જોઈ શકતા નથી. થોડી પ્રાર્થનાથી પ્રભુ માર્ગ કરી આપે છે. ખાસ કરીને વ્યક્તિ કોઈ અસાઘ્ય રોગથી પીડાતો હોય ત્યારે મંત્ર કામમાં આવે છે. “ हूं विष्णवे नम:” નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે મંત્રના જાપથી વ્યક્તિને બીમાંથી મુક્તિ મળે છે અને નીરોગી જીવનની શરૂઆત કરે છે.

જાપ કરવાની રીતથી પણ ફાયદો થાય છે

માત્ર મંત્ર જાણવાથી નહી પણ મંત્રનો યોગ્ય રીતે જાપ કરવાથી પણ ફાયદો થાય છે. જેની અસર શરીર પર થાય છે. જાણકારો કહે છે કે મંત્રનો જાપ સૂર્યોદય પહેલા સ્નાન કર્યા બાદ મંત્રની માળા કરવાથી ફાયદો થાય છે. મન અને શરીર પર તેની અસર થાય છે.

તણાવમાંથી મુક્તિ મળે છે

નિયમિત રીત સૂર્યોદય પહેલા મંત્રના જાપ કરવાથી મન શરીરને ફાયદો થાય છે. સાથોસાથ મન વ્યાધી કે ઉપાધીમાંથી પણ મુક્ત થાય છે. મંત્રના જાપથી થતી શાંતિથી થશે અને સ્ટ્રેસ ફ્રી કરવા માટે કોઈ ગોળી પણ ખાવી નહીં પડે

કાયમ નીરોગી રહી શકાશે

જાણકારનો જણાવ્યા પ્રમાણે મંત્રના નિયમિત જાપથી નીરોગી રહી શકાય છે. દર્દીઓ પણ પીડામાંથી રાહત મળે છે. તેથી દરરોજ સવારે મંત્રનો જાપ શરૂ કરી દેવો જોઈએ. જેથી કાયમ નીરોગ રહી શકાય

(5:51 pm IST)